મુંઝવણ@સુઇગામ: 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક, કેવી રીતે ભણાવે ?

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ અને વાવ પંથકમાં શિક્ષણની અલગ-અલગ બાબતો સામે આવતા ગંભીરતા વધી રહી છે. તાજેતરમાં શરૂ થયેલી પેટાપરા શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે એકસાથે ભણે છે. અલગ-અલગ ધોરણના કુલ 3૦થી વધુ બાળકો વચ્ચે એક જ શિક્ષક દિવસભર શિક્ષણ આપે છે. આવી સ્થિતિમાં ભણાવવાની પધ્ધતિ અને શિક્ષણની અસરને લઇ સવાલો ઉભા
 
મુંઝવણ@સુઇગામ: 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક, કેવી રીતે ભણાવે ?

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ અને વાવ પંથકમાં શિક્ષણની અલગ-અલગ બાબતો સામે આવતા ગંભીરતા વધી રહી છે. તાજેતરમાં શરૂ થયેલી પેટાપરા શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે એકસાથે ભણે છે. અલગ-અલગ ધોરણના કુલ 3૦થી વધુ બાળકો વચ્ચે એક જ શિક્ષક દિવસભર શિક્ષણ આપે છે. આવી સ્થિતિમાં ભણાવવાની પધ્ધતિ અને શિક્ષણની અસરને લઇ સવાલો ઉભા થયા છે. ઘોરણ અલગ છતાં કેવી રીતે એક જ કલાસમાં શિક્ષણ મળે તેની મુંઝવણ બની છે.

મુંઝવણ@સુઇગામ: 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક, કેવી રીતે ભણાવે ?

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના લીંબુણી ગામથી સરેરાશ 3 કી.મી.દૂર રામનગર પેટા શાળા આવેલી છે. જેમાં ધો.1 થી 5ના 3૦થી વધુ બાળકોને એકસાથે શિક્ષણ અપાઇ રહ્યું છે. અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને આખો દિવસ એક જ શિક્ષક અને એક જ કલાસમાં ભણાવી રહ્યા છે. જેનાથી ભણતરની અસર કેવી, કેટલી અને કેમ થતી હશે તેની સામે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

નજીકની શાળાથી આવતા શિક્ષક કાચી છત નીચે તમામ વિદ્યાર્થીઓને એકસાથે શિક્ષણ આપતા વિદ્યાર્થીઓમાં મુંઝવણ બને છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક મહિના અગાઉ પેટા શાળા મંજુર થયા બાદ પાકુ બિલ્ડીંગ નથી, લાઇટ કે પાણીની પણ પુરતી સગવડ નથી. આવી સ્થિતિમાં સ્થાનિકો દ્વારા સ્વતંત્ર શાળા મંજુર કરવા રજૂઆત થઇ છે.

રામનગરમાં પેટાશાળા મુજબની વ્યવસ્થા છે.

સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતુ કે, પેટાશાળા મુજબ જરૂરી બાબતો હોવાથી કોઇ સવાલ નથી. જોકે, અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે કેવી રીતે ભણાવી શકાય તે બાબતે શિક્ષક બધુ જાણતા હોવાનું કહ્યું હતુ. આ સાથે સ્વતંત્ર શાળા મંજુર કરવા રજૂઆત થઇ હોવાનું ઉમેર્યુ હતુ.

મધ્યાહન ભોજન વગર ભણીને ઘરે જવાની નોબત

રામનગર પેટાશાળામાં શરૂઆતથી જ મધ્યાહન ભોજનનો અભાવ છે. આથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ રોજેરોજ મધ્યાહન ભોજન વિના ભણીને ઘેર જાય છે. આથી સરકારી ભોજનને બદલે ઘેર આવીને જમવાની નોબત છે. સમગ્ર મામલે શાળાએ તાલુકા મામલતદાર કક્ષાએ રજૂઆત કરી મધ્યાહન શરૂ કરવા માંગ કરી છે.