કોંગ્રેસ@ગુજરાત: ચાવડા-ધાનાણી બાદ કોને મળી શકે જવાબદારી ? જુઓ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ગતદિવસોએ યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. જેને લઇ વિધાનસભાના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામું આપવાની વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામુ આપ્યું હતુ. આ તરફ હવે બંને દિગ્ગજોની જગ્યાએ કોને જવાબદારી સોંપવી તે કોંગ્રેસ માટે ભારે મનોમંથનનો પ્રશ્ન બન્યો છે. નોંધનિય છે કે, ગુજરાત
 
કોંગ્રેસ@ગુજરાત: ચાવડા-ધાનાણી બાદ કોને મળી શકે જવાબદારી ? જુઓ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ગતદિવસોએ યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. જેને લઇ વિધાનસભાના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામું આપવાની વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામુ આપ્યું હતુ. આ તરફ હવે બંને દિગ્ગજોની જગ્યાએ કોને જવાબદારી સોંપવી તે કોંગ્રેસ માટે ભારે મનોમંથનનો પ્રશ્ન બન્યો છે. નોંધનિય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છે. તેઓએ પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજયને લઈને રિપોર્ટ બનાવીને હાઈકમાન્ડને મોકલી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી રાજ્યમાં પાર્ટીના નેતૃત્વ પર સતત સવાલ ઉઠી રહ્યાં હતા. આ તરફ કોંગ્રેસ નેતા ધાનાણીએ જણાવ્યું કે, પેટાચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદ મેં હાઈકમાન્ડ સમક્ષ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને મેં રાજીનામું આપ્યું છે. હવે પાર્ટીનું હાઈકમાન્ડ જે નિર્ણય લે, તે માન્ય રહેશે.

નોંધનિય છે કે, પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી. આ દરમ્યાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં મામલો થાળે પડ્યો હતો. આ તરફ ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી લાગી પડ્યાં છે. પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સતત ચૂંટણીલક્ષી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી દોડી ગયાં છે.

વિધાનસભામાં વિપક્ષનેતા તરીકે કોણ આવી શકે ?

પરેશ ધાનાણીએ રાજીનામું આપતા વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે શૈલેશ પરમાર, પૂજા વંજ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. જોકે હજી સુધી માત્ર ચર્ચાઓને સ્થાન મળ્યુ છે. આ તરફ ટુંક સમયમાં હાઇકમાન્ડ તરફથી નવા વિધાનસભા વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે કોને જવાબદારી સોંપાઇ શકે ?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપતાં હવે પક્ષ પ્રમુખ કોને બનાવવા તે મનોમંથનનો વિષય બન્યો છે. આ તરફ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં હોવાનું સામે આવ્યુ છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર બંનેમાંથી કોઇ એક નામ પર કોંગ્રેસ મહોર મારી શકે તેવું રાજકીય સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે.

રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડી શકે

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના વખતમાં જ કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યાં છે. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી વખતે આઠ કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષ છોડી કેસરિયો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતાં. આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા જોવાઇ રહી છે. હાઇકમાન્ડ સમક્ષ સાતવ પણ આ વાત રજૂ કરી ચૂક્યા હોવાની ચર્ચા છે.