આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વડગામ

લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાજા વાગી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા વડગામ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ તેમજ ભાજપના આગેવાનો સક્રીય બનતા બેઠકોનો દોર શરુ કરાયો છે. જેમા ગુરૂવારના રોજ વડગામ ખાતે તાલુકા કોગ્રેસના આગેવાનો સાથે કોગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમા જિલ્લા કોગ્રેસના પ્રમુખ દિનેશભાઇ ગઢવી,વડગામના પ્રભારી વિરેન્દ્રસિંહ દિયોલ,વડગામ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ માનસંગભાઇ ઉપલાણા,તાલુકા કોગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ દેવુસિહ ડાભી સહીત કોગ્રેસના આગેવાનો હાજર રહયા હતા. જેમા જનમિત્ર,તેમજ બુથ દીઠ પેજ પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જેમા કોગ્રેસના આગેવાની પાંખી હાજરી તેમજ કોગ્રેસના જુના પાયાના કાર્યકરો અને આગેવાનોની ગેરહાજરી વડગામ કોગ્રેસમાં જુથબંધી વધુ વકરતી હોવાની ચર્ચાઓ લોકોમાં થઇ રહી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code