વિચારણા@અમદાવાદ: સિગ્નલ પર હોર્ન વગાડશો તો વધારે રાહ જોવી પડશે

અટલ સમાચાર,ડેસ્ક આપણું અમદાવાદ શહેર સ્માર્ટ અને હેરિટેજ શહેર બની ગયું છે. પરંતુ આ જ અમદાવાદમાં જો પીક અવર્સમાં ચાર રસ્તેથી પસાર થવું એ સાત કોઠા વિંધવા જેવું મુશ્કેલ લાગે. એમાં પણ જ્યારે ટ્રાફિક સિગ્નલ ખુલવાની તૈયારીમાં હોય ત્યારે સતત વગાડવામાં આવતા હોર્નથી માથું દુઃખવા લાગે છે. પ્રદૂષણની સાથે સાથે સિગ્નલ પર ધ્વની પ્રદૂષણ લોકોની
 
વિચારણા@અમદાવાદ: સિગ્નલ પર હોર્ન વગાડશો તો વધારે રાહ જોવી પડશે

અટલ સમાચાર,ડેસ્ક

આપણું અમદાવાદ શહેર સ્માર્ટ અને હેરિટેજ શહેર બની ગયું છે. પરંતુ આ જ અમદાવાદમાં જો પીક અવર્સમાં ચાર રસ્તેથી પસાર થવું એ સાત કોઠા વિંધવા જેવું મુશ્કેલ લાગે. એમાં પણ જ્યારે ટ્રાફિક સિગ્નલ ખુલવાની તૈયારીમાં હોય ત્યારે સતત વગાડવામાં આવતા હોર્નથી માથું દુઃખવા લાગે છે. પ્રદૂષણની સાથે સાથે સિગ્નલ પર ધ્વની પ્રદૂષણ લોકોની મુશ્કેલીમાં વધારો કરે છે. પરંતુ હવે મુંબઈની જેમ અમદાવાદમાં પણ બીન જરૂરી હોર્ન વગાડતા લોકોને પાઠ ભણાવવા માટેની વિચારણા થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઇ મહાનગરપાલિકા ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ પ્રોજેક્ટ અમલ કરવાનો વિચારણા કરી રહ્યું છે. મુંબઈ પોલીસે હમણાં એક વીડિયો જાહેર કર્યો છે. તેને દેશભરમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ધ પનિશેબલ સિગ્નલના વીડિયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રિટ્વિટ કર્યો હતો.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુ કે મુંબઇનો વીડિયો જોયા બાદ એએમસીની અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાની વિચારણા છે. જોકે, શહેરના કયા વિસ્તારમાં સૌ પ્રથમ અમલ થશે તેની વિગતો નક્કી નથી, પણ આ પ્રયોગ અમદાવાદમાં થશે એ નક્કી છે. એટલે હવે વધુ હોર્ન મારો અને વધુ રાહ જુઓનું સૂત્ર અમદાવાદમાં પણ સાર્થક થશે.