ષડયંત્ર@ચીનઃ ભારતની સાથે આવ્યુ અમેરિકા તો ગીન્નાયેલા ચીનએ ખેલ્યો નવો દાવ

અટલ સમાચાર. ડેસ્ક ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ચીનની અવળચંડાઇનો ભારતના જાબાજ સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં ચીનના 43થી વધુ સૈનિક માર્યા ગયા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. ભારત અને ચીન વચ્ચેના તણાવમાં અમેરિકા ભારતને સાથ આપવા ખુલીને સમર્થનમાં આવ્યુ છે. જેથી ચિન ફરી ગીન્નાયુ
 
ષડયંત્ર@ચીનઃ ભારતની સાથે આવ્યુ અમેરિકા તો ગીન્નાયેલા ચીનએ ખેલ્યો નવો દાવ

અટલ સમાચાર. ડેસ્ક

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ચીનની અવળચંડાઇનો ભારતના જાબાજ સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં ચીનના 43થી વધુ સૈનિક માર્યા ગયા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. ભારત અને ચીન વચ્ચેના તણાવમાં અમેરિકા ભારતને સાથ આપવા ખુલીને સમર્થનમાં આવ્યુ છે. જેથી ચિન ફરી ગીન્નાયુ છે.અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું છે કે તેઓ યૂરોપથી પોતાની સેનાને એટલા માટે હટાવી રહ્યા છે કારણ કે ભારત અને કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર ચીનનો ખતરો વધી ગયો છે. લવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદ યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવની વચ્ચે જેવા અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ ચીનને પહોંચી વળવા માટે સેના વધારવાનું નિવેદન આપ્યું તેવા જ ચીનનાં સૂર બદલાવા લાગ્યા છે. ચીનને એ ડર સતાવવા લાગ્યો છે કે જો હિંદ પ્રશાંતમાં ભારત અને અમેરિકા મળી ગયા તો તેની મુશ્કેલીઓ વધી જશે. ચીનનું ગ્લોબલ ટાઇમ્સ હવે ભારતની પ્રશંસા કરવામાં લાગ્યું છે. તેનું કહેવું છે કે ભારત અમેરિકાની સાથે નહીં જાય, કેમકે તે વ્યૂહાત્મક સ્વતંત્રતા પસંદ કરે છે. અમેરિકાનાં નિવેદન બાદ ભારતની સાથે લદ્દાખમાં દાદાગીરી કરી રહેલા ચીનને ચિંતા સતાવવા લાગી છે. ચીનને અહેસાસ થઈ ગયો છે કે એક ચાલથી આખું સમીકરણ તેની વિરુદ્ધ બદલાવવા લાગ્યું છે.

ગ્લોબલ ટાઇમ્સમાં લખવામાં આવ્યું છે કે એક સમય હતો જ્યારે ભારત-ચીનની વચ્ચે તણાવ મોટો ખતરો હતો. ભારત તે સમયે પણ કોઈ દેશ પર નિર્ભર ના થયું આ કારણે એ તર્ક બિલકુલ ખોટો છે કે વર્તમાન સરહદ તણાવમાં ભારત કોઈ એક જૂથ સાથે જવા માટે મજબૂર થઈ જશે. ચીનનો સંપૂર્ણ પ્રયત્ન છે કે ભારત કોઈપણ રીતે અમેરિકા સાથે હાથ ના મિલાવે. ચીનને સારી રીતે ખબર છે કે જો ભારત અને અમેરિકા એક સાથે આવ્યા તો એશિયા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તે ખરાબર રીતે ઘેરાઈ જશે.