ષડયંત્ર@ડીસા: મૃતકની જમીન બારોબાર વેચી, તલાટી સાથે 4 વિરૂદ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ડીસા તાલુકાના ગામે મૃતક વ્યક્તિની જમીન બારોબાર વેચી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટનાને લઇ તલાટી સહિત 4 વિરૂદ્ધ ગુનો દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ફરીયાદીના પિતાની જમીન પચાવી પાડવા આરોપીઓએ ભેગા મળી ખોટુ સોગંદનામું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને
 
ષડયંત્ર@ડીસા: મૃતકની જમીન બારોબાર વેચી, તલાટી સાથે 4 વિરૂદ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ડીસા તાલુકાના ગામે મૃતક વ્યક્તિની જમીન બારોબાર વેચી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટનાને લઇ તલાટી સહિત 4 વિરૂદ્ધ ગુનો દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ફરીયાદીના પિતાની જમીન પચાવી પાડવા આરોપીઓએ ભેગા મળી ખોટુ સોગંદનામું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને આ સમગ્ર ઘટનામાં તલાટીએ પણ ભૂમિકા ભજવી હોવાથી તમામ સામે ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામે મૃતકની જમીન પચાવી પાડવા ષડયંત્ર રચવાને લઇ તલાટી સહિત 4 વિરૂદ્ધ ગુનો દાખલ થતાં હડકંપ મચી ગયો છે. ફરીયાદ મુજબ પરમાર જગમાલભાઇ ખેંગારભાઇની જમીનની વાવણી કરતાં વ્યક્તિ અને આરોપીઓએ મળી ખોટું સોગંદનામું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મૃતકની જમીન પચાવી પાડવા ષડયંત્ર ઉભુ કર્યુ હતુ. જેમાં આરોપીઓ સાથે તલાટી પણ મદદ કરી હોવાથી તમામ સામે પોલીસ નોંધાઇ છે.

ષડયંત્ર@ડીસા: મૃતકની જમીન બારોબાર વેચી, તલાટી સાથે 4 વિરૂદ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક પરમાર જગમાલભાઇ ખેંગારભાઇની દીકરી સુશિલાબેન જગમાલભાઇ પરમારે તલાટી સહિત ચાર લોકો સામે ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ ગ્રામ પંચાયત સહિત વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ ડીસા રૂરલ પોલીસ મથકે તમામ ઇસમો સામે આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 B અને અનુસુચિત જાતિ અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(f), 3(1)(g) મુજબ ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • માધાભાઇ રાજાભાઇ
  • રમેશભાઇ પ્રહલાદભાઇ માળી
  • દશરથભાઇ હમીરભાઇ ઠાકોર, ત્રણેય રહે. મહાદેવિયા, તા.ડીસા. જી.બનાસકાંઠા
  • તલાટી કમ મંત્રી, મહાદેવીયા ગ્રામ પંચાયત