કોન્સ્ટેબલ@સુરતઃ રાતોરાત લોકપ્રિય થવા સુનિતાએ કાયદેસરની સામે વીડિયો બનાવ્યા ?

અટલ સમાચાર, સુરત સુરતના વરાછા વિસ્તારમાં બુધવારે રાત્રિ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ સુનિતા અને રાજ્યમંત્રીના પુત્ર વચ્ચેનો ઘટનાક્રમ સ્પષ્ટ થઇ ગયો છે. જેમાં સુનિતાએ રાજીનામુ આપ્યુ તો પ્રકાશ કાનાણી સહિતના વિરુદ્ધ ગુનો દાખલ થઇ ગયો છે. હવે જ્યારે કોવિડ ગાઇડલાઇન હેઠળ અમલવારી માટે ફરજમાં કોન્સ્ટેબલ સુનિતા યાદવે સ્થળ પર નિયમોનુસાર કાર્યવાહી કરવાની સામે સતત પ્રશ્નોત્તરી અને
 
કોન્સ્ટેબલ@સુરતઃ રાતોરાત લોકપ્રિય થવા સુનિતાએ કાયદેસરની સામે વીડિયો બનાવ્યા ?

અટલ સમાચાર, સુરત

સુરતના વરાછા વિસ્તારમાં બુધવારે રાત્રિ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ સુનિતા અને રાજ્યમંત્રીના પુત્ર વચ્ચેનો ઘટનાક્રમ સ્પષ્ટ થઇ ગયો છે. જેમાં સુનિતાએ રાજીનામુ આપ્યુ તો પ્રકાશ કાનાણી સહિતના વિરુદ્ધ ગુનો દાખલ થઇ ગયો છે. હવે જ્યારે કોવિડ ગાઇડલાઇન હેઠળ અમલવારી માટે ફરજમાં કોન્સ્ટેબલ સુનિતા યાદવે સ્થળ પર નિયમોનુસાર કાર્યવાહી કરવાની સામે સતત પ્રશ્નોત્તરી અને ઘર્ષણ ઉભુ કર્યુ હતું. જેનો પુર્વ આયોજીત વિડિયો ઉતારી સમગ્ર ઘટનાની તપાસના આદેશ થાય તે પહેલા સોશિયલ મિડિયામાં વાયરલ કર્યુ હતું. જેનાથી કોન્સ્ટેબલ તરીકેની શરૂઆતની કારકિર્દીમાં સૌથી મોટી પબ્લિસીટી મેળવી લીધી હોવાનો સવાલ ઉભો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોન્સ્ટેબલ@સુરતઃ રાતોરાત લોકપ્રિય થવા સુનિતાએ કાયદેસરની સામે વીડિયો બનાવ્યા ?

સુરત શહેરમાં કોન્સ્ટેબલ વિરુધ્ધ નેતાની ફિલ્મી સ્ટોરીમાં હવે સમગ્ર વિગતો એકદમ સ્પષ્ટ થઇ ગઇ છે.આથી કોવિડ જોગવાઇના ભંગ બદલ મંત્રીના પુત્ર સામે ગુનો દાખલ થયો જ્યારે આ તરફ સુનિતાએ ફરજ દરમિયાન કરેલી બાબતો સામે તપાસ શરૂ થઇ છે. હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, કોવિડ 19 બાબતે જિલ્લા વહિવટી તંત્ર , રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલી જોગવાઇઓ સામે ભંગ થાય તો સ્થળ ઉપર કાર્યવાહી કેવી હોઇ શકે ?  જેની સામે કોન્સ્ટેબલ સુનિતા યાદવે કરેલી ગતિવિધી સુસંગત છે કે કેમ ?, હકિકતે શરૂઆતમાં પ્રકાશ કાનાણીના મિત્રો વરાછા વિસ્તારમાંથી નિકળ્યા ત્યારે માસ્ક કે અન્ય જોગવાઇઓના ભંગ બદલ કાર્યવાહી કરવાની સામે કોન્સ્ટેબલ સુનિતા યાદવે ખેચતાણને અવકાસ આપ્યો હતો આ પછી મિત્રના કહેવાથી રાજ્યમંત્રી કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી કાર લઇને આવ્યા ત્યારે વધુ એક જોગવાઇના ભંગ બદલ કાર્યવાહી કરવાની સામે જાણે પત્રકાર હોય તેમ સતત સવાલો કરી વિડિયો ઉતરાવી પબ્લીસીટીનો સૌથી મોટો સ્ટંટ કર્યો હતો.

કોન્સ્ટેબલ@સુરતઃ રાતોરાત લોકપ્રિય થવા સુનિતાએ કાયદેસરની સામે વીડિયો બનાવ્યા ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્સ્ટેબલ સુનિતા યાદવે સ્થળ પર કોવિડ નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કેમ ન કરી ? પીઆઇ દ્વારા ફરજ બાબતે સમજણ આપી છતાં કેમ ગુંચવણ ઉભી કરી?  રાજ્યમંત્રીના પુત્ર સાથે સીધી વાતચીતમાં સામાન્ય બાળકને પણ ખબર પડે તેવા સવાલો કર્યા પછી મંત્રી કુમાર કાનાણીને પણ એકદમ સામાન્ય કક્ષાના સવાલો કરી સતત વિડિયો ઉતરાવી પબ્લીસિટીની પુર્વ તૈયારીના ભાગરૂપે ગતિવિધી કરી હતી. આ પછી વિવાદાસ્પદ ઘટનાની તપાસ થાય તે પહેલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે કે તેના પરિચિતે ઓડિયો અને વિડિયો વાયરલ કરી ફરજ બાબતે પ્રચાર કરવા સ્ટંટ કર્યો હોવાનો સૌથી મોટો સવાલ ઉભો થયો છે. આથી જો તપાસના અંતે સુનિતા યાદવ વિરુદ્ધ કોઇ જોગવાઇનો ભંગ સામે આવે તો ફરજમાં બેદરકારીનો પ્રશ્ન પબ્લિસિટી સ્ટંટ સામે ભારે પડે તો નવાઇ નહી ?