વિવાદ@અમદાવાદ: રથયાત્રા પર રાજનીતિ શરૂ, જગન્નાથજી મંદિરની સુરક્ષા વધારાઇ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર બહાર નીકળી શકી ન હતી. જો કે આજથી આ રથયાત્રા પર રાજનિતિ શરૂ થઇ છે. મહંત દિલિપદાસજીએ વચનના ભંગનો આરોપ લગાવ્યો છે. રથયાત્રાની મંજુરી મળશે તેવું કોને વચન આપ્યુ હતું તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. દિલિપદાસજીએ કહ્યુ અમને છેલ્લી ઘડી સુધી ભરોસો હતો. ભરોસો તુટતા
 
વિવાદ@અમદાવાદ: રથયાત્રા પર રાજનીતિ શરૂ, જગન્નાથજી મંદિરની સુરક્ષા વધારાઇ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર બહાર નીકળી શકી ન હતી. જો કે આજથી આ રથયાત્રા પર રાજનિતિ શરૂ થઇ છે. મહંત દિલિપદાસજીએ વચનના ભંગનો આરોપ લગાવ્યો છે. રથયાત્રાની મંજુરી મળશે તેવું કોને વચન આપ્યુ હતું તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. દિલિપદાસજીએ કહ્યુ અમને છેલ્લી ઘડી સુધી ભરોસો હતો. ભરોસો તુટતા દર્દ સાથે દિલિપદાસજીએ આજે આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજય સરકાર સાથેનું સંકલન કરવામાં અમારો વિશ્વાસ તુટ્યો છે તેમ જણાવ્યુ હતું. હાલ જગન્નાથજી મંદિરની બહાર સુરક્ષા વધારી દેવાઇ છે. કેટલાક સંતો મહંતો સમર્થનમાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં નીકળતી રથયાત્રા મોકૂફ રખાયા બાદ હવે રાજનીતિ શરૂ થઇ છે. આ તરફ મંદીરના મહંત દિલીપદાસજી બાપુએ રથયાત્રાને લઇ ગંભીર આક્ષેપો કરતા હવે નવો વિવાદ ઉભો થાય તો નવાઇ નહિ. દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે, મે ખોટા વ્યક્તિ ઉપર ભરોસો રાખ્યો. આ તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરી સરકાર સામે આક્ષેપ કર્યા છે કે, મહંત દીલીપદાસજીની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે.

અમદાવાદમાં આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટની મનાઇ બાદ ષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે ભગવાનની નજર ઉતારીને તેમને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમની સાથે રમત રમવામાં આવી છે. મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે તેમને રથયાત્રા કાઢવા દેવામાં આવશે તેવો ભરોસો અપાવવામાં આવ્યો હતો. આ મામલે નિવેદન આપતી વખતે મંદિરના મહંત રડી પડ્યા હતા. તેમણે આ વર્ષે રથયાત્રા ન નીકળી શકી તે માટે શહેરીજનો અને ભક્તોની માફી માંગી હતી.

મહંત દીલીપદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે, આ વર્ષે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે હું શહેરમાં ભગવાન જગન્નાથને ન લાવી શક્યો. હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. મને છેક મંગળા આરતી સુધી ભરોસો આપવામાં આવ્યો હતો કે રથયાત્રા નીકળશે. એ જ ભરોસાને કારણે હું કંઈ ન કરી શક્યો. મેં ભરોસો કર્યો એટલે ભગવાનને બહાર ન લાવી શક્યો. મારા માટે આ મોટો ભરોસો હતો. જે પણ કહો પરંતુ અમારી સાથે મોટી રમત રમવામાં આવી છે. અમે આ વાત તમને કહી નથી શકતા. આ સાથે તેમને જણાવ્યુ હતુ કે, મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે ભરોસો ખોટો પડ્યો છે. મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હતો. આથી જ હું ભગવાન જગન્નાથને નગરચર્યા ન કરાવી શક્યો. હું કોઈનું નામ નથી લેવા માંગતો પરંતુ કોઈ વ્યક્તિના બદલે જો ભગવાન પર ભરોસો રાખ્યો હોત તો મારું કામ થઈ જતું.