વિવાદ@ડીસા: ત્યજેલી બાળકીને લઈ અધિકારી અને કાર્યકર વચ્ચે આક્ષેપો ગંભીર

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) ડીસામાં સવા માસ પૂર્વે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ત્યજેલી બાળકી મળી આવી હતી. આથી સ્થાનિક સામાજીક કાર્યકર ભરત કોઠારીએ સારવાર અર્થે ખસેડી હતી .જોકે ગત શુક્રવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને કાર્યકર વચ્ચે બાળકીને લઈ વિવાદ સર્જાયો છે. આ દરમ્યાન સામસામે આક્ષેપો ગંભીર બની જતાં આખરે ફરિયાદ કરવામાં આવી છે. જેને પગલે ડીસામાં
 
વિવાદ@ડીસા: ત્યજેલી બાળકીને લઈ અધિકારી અને કાર્યકર વચ્ચે આક્ષેપો ગંભીર

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)

ડીસામાં સવા માસ પૂર્વે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ત્યજેલી બાળકી મળી આવી હતી. આથી સ્થાનિક સામાજીક કાર્યકર ભરત કોઠારીએ સારવાર અર્થે ખસેડી હતી .જોકે ગત શુક્રવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને કાર્યકર વચ્ચે બાળકીને લઈ વિવાદ સર્જાયો છે. આ દરમ્યાન સામસામે આક્ષેપો ગંભીર બની જતાં આખરે ફરિયાદ કરવામાં આવી છે. જેને પગલે ડીસામાં બાળકીની સારસંભાળ મામલે બે બંને વચ્ચે દલીલો વધી ગઈ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ત્યજાયેલી બાળકીની સંભાળ મામલે ભરત કોઠારીને વાલીપણામાંથી દૂર કચેરીએ દોડધામ કરી છે. આ સાથે બાળ કલ્યાણ સમિતિને ગેરમાર્ગે દોરવા મામલે ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે. બીજી તરફ ડીસાના જાગૃત નાગરિકે ચાઈલ્ડ વેલ્ફેર બોર્ડ વિરુદ્ધ મનુષ્યવધની કોશિશ અને બાળકીને અસુરક્ષિત તરછોડવા મામલે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ અરજી આપી છે. આથી બાળકીની સારસંભાળ બાબતે આક્ષેપ પ્રતિ આક્ષેપ વધી ગયા છે.

રેલવે સ્ટેશન વિસ્તારમાંથી 8 ઓક્ટોમ્બરે નવજાત બાળકી મળી આવ્યા બાદ ભરત કોઠારીએ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. જોકે શુક્રવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નરેશ મેણાતે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દેતાં વળાંક આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભરત કોઠારી પાસે બાળકીનો કબજો ગેરકાયદેસર અને બદઈરાદાપૂર્વક છે. બાળકીને બાળ કલ્યાણ સમિતિમાં સોંપતા નથી તેમજ કલ્યાણ સમિતિને સતત ગેરમાર્ગે દોરે છે. આ પ્રકારના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.

બાળકી હાલમાં ક્યાં અને કોની પાસે છે ? કઈ હાલતમાં છે ? તે ફક્ત ભરત કોઠારી જાણે છે. આથી બાળકીનો કબજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા બદલ ભરત કોઠારી વિરુદ્ધ ફરિયાદ આપી છે. જોકે સામે પક્ષે જાગૃત નાગરિક ધર્મેન્દ્ર ફોફણીએ પણ ડીસા ઉત્તર પોલીસ મથકે ફોજદારી ધારાની કલમ 308 અને 317 મુજબ અરજી કરી છે. જેમાં જણાવ્યું હતું કે, નવજાત બાળકી મળી આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં સામાજિક કાર્યકર ભરત કોઠારી લઈ ગયા હતા.

બાળકીને ત્યજી દેવા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. બાળકીની સંભાળ લેવાની કે સારવાર કરવાની કોઇ દરકાર ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસ કે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લેવામાં આવી નથી.

બાળકીની સારવાર હોસ્પિટલમાં ઉપલબ્ધ ના હોઇ તબિયત વધુ લથડી હતી. ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર જાણતા હોવા છતાં બાળકીને અસુરક્ષિત છોડી દેતાં તેનું મૃત્યુ થઈ શકે તેવી સ્થિતિ બની હતી. અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી સુરતથી ડીસા લાવી ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરી હતી. જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

બાળકીની સારવાર ચાલુ છે : ભરત કોઠારી

બાળકીની સારવાર ચાલુ હોઈ તેનો કબજો ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર તથા કમિટીએ અમને કાયદેસર રીતે સોંપેલ છે. બાળકીનું જીવન જોખમાય તે રીતે બોર્ડ બાળકીના જીવન સાથે ચેડાં કરી રહ્યું છે.

સામાજીક કાર્યકર સામે અપહરણની ફરિયાદ થવી કમનસીબ : એડવોકેટ ધર્મેદ્ર ફોફણી

ભરત કોઠારીએ બાળકીની સારવાર કરી તેની ઝીંદગી બચાવી છે. આવી સ્થિતિમાં અપહરણનો ગુનો ના બનતો હોવા છતાં આવા સામાજીક કાર્યકર ઉપર અપહરણની ફરિયાદ થવી અત્યંત નિંદનીય છે. ગુનો કરનાર ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના હોદ્દેદારો સામે કોઈ કાર્યવાહી ના કરવી તે કમનસીબ ઘટના છે.