વિવાદઃ LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ 20 ચીની સૈનિકો ઘાયલ કર્યા

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ વચ્ચે સિક્કિમમાં ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણના સૂત્ર દ્વારા સમાચાર મળ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ગત અઠવાડિયે સિક્કિમના નાકૂલામાં ચીની સેનાએ એલએસીની યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના થોડા સૈનિકો ભારતીય વિસ્તારોમાં આગળ વધવાની કોશિશ કરતા હતા ત્યારે ભારતીય સૈનિકોએ ચીની
 
વિવાદઃ LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ 20 ચીની સૈનિકો ઘાયલ કર્યા

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ વચ્ચે સિક્કિમમાં ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણના સૂત્ર દ્વારા સમાચાર મળ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ગત અઠવાડિયે સિક્કિમના નાકૂલામાં ચીની સેનાએ એલએસીની યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના થોડા સૈનિકો ભારતીય વિસ્તારોમાં આગળ વધવાની કોશિશ કરતા હતા ત્યારે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા. આ ઘર્ષણમાં જો કે હથિયારોનો ઉપયોગ ન થયો હોવાનું કહેવાય છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત અને ચીનના સૈનિકો પરસ્પર ભીડી ગયા જેમાંથી ચાર ભારતીય અને 20 ચીની સૈનિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. જો કે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. પરંતુ સ્થિર છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ભારતીય ક્ષેત્રની સાથે તમામ પોઈન્ટ પર હવામાનની સ્થિતિ ખરાબ હોવા છતાં ખુબ સતર્કતા વર્તવામાં આવી રહી છે. નાકૂલા સેક્ટર સમુદ્રતટથી 5000 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. આટલી ઊંચાઈ પર આટલી ભયંકર ઠંડીમાં આવી ઘટના ઘટે તે જણાવે છે કે એલએસી LAC પર હાલાત કેટલા ખરાબ છે.

ભારત સતત કહેતું આવ્યું છે કે પહાડી વિસ્તારોમાં ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી સૈનિકો પાછા બોલાવવાની પ્રક્રિયાને આગળ ચીન સાથે વિવાદને જોતા પૂર્વ લદાખમાં ભારતીય સેનાએ લગભગ 50 હજાર જવાનો તૈનાત કરેલા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આટલી જ સંખ્યામાં ચીને પણ પોતાના સૈનિકો તૈનાત કરેલા છે. ભારત સતત શાંતિપૂર્ણ રીતે વિવાદ ઉકેલવાની વાત કહેતું આવ્યું છે. પરંતુ ચીન તરફથી દર વખતે કઈને કઈ એવું થાય છે કે સમાધાનની ગાડી પાટા પરથી ઉતરી જાય છે. ચીન જાણી જોઈને આ મુદ્દાને ઉકેલવાના મૂડમાં જોવા મળતું નથી.