આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વાવ,ડીસા,સુઇગામ (રમેશભાઇ  રાજપુત,અંકુર ત્રિવેદી, દશરથ ઠાકોર) 

દાંતીવાડાના જેગોલ ખાતે ઠાકોર સમાજના 12 ગામોના આગેવાનો ભેગા થયા હતા. જ્યાં સમાજ માટે નિતી નિયમોની ચર્ચા બાદ મોટા ગજાના આગેવાને ફેસબુકમાં ગંભીર પોસ્ટ મૂકી હતી. અન્ય સમાજમાં લગ્ન કરવા જતી દિકરીઓ સામે લાલ આંખ કરી હતી. જૂનો રિવાજ અમલ કરી દીકરીને પીતી કરવાની વાત કરતા મામલો ગરમાયો છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના જેગોલ ખાતે ઠાકોર સમાજે સામાજિક બાબતો ઉપર વિચાર વિમર્શ કર્યો હતો. આ પછી બનાસકાંઠા અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખે વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ કરતા ચકચાર મચી ગઈ છે. સમાજના કેટલાક લોકોએ વિરોધ કરી વળતો પ્રહાર કર્યો હતો.

સમાજના આગેવાન નવધનજી ઠાકોરે કોઈપણ દિકરી ઠાકોર સિવાય અન્ય સમાજમાં લગ્ન કરે દૂધ પીતી કરવાની ચિમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

જુગલ ઠાકોર સાથે જોડાયેલા છે નવઘણજી

રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર(લોખંડવાલા) દ્વારા બનાવેલા સંગઠનમાં નવઘણજી ઠાકોર મહત્વનો હોદ્દો ધરાવે છે. આથી રાજ્યસભા સાંસદ જુગલજીને પણ સમાજમાં અને સંગઠનમાં ખુલાસો કરવો પડે તો નવાઈ નહીં.

પોસ્ટ ડીલીટ કરી તો પણ પકડાઈ ગયા

નવઘણજીએ વિવાદથી બચવા તેમની પોસ્ટ ડિલીટ કરી હતી. જોકે ડિલીટ કરાયેલી પોસ્ટના સ્ક્રીન શોર્ટ પણ વાયરલ થયા છે. આથી પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી પાછી લેવાની કોશિશ કરતા પણ પકડાઈ ગયા છે.

“આપણા ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો,દીકરી દૂધ પીતી બસ : નવધનજી ઠાકોર,પ્રમુખ AKTAS”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code