રસોઇઃ લોકડાઉનમાં સરળ રીતે બનાવો ઘરે સ્વાદિષ્ટ ગવાર ઢોકળી

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) કોરોનાના કારણે હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. આ સમયમાં ઘરે રહીને આપણે રસોઇની નવી આઇટમો સીખીને ઘરે બનાવી શકાય છે. તો આજે આપણે ઘરે બનાવીશું બજાર જેવી ગવાર ઢોકળી એ પણ સાદી અને સરળ રીતે. સામગ્રી 250 ગ્રામ : ગવાર સમારેલ (એક ગવારના 4 ટુકડા ) 1 કપ :
 
રસોઇઃ લોકડાઉનમાં સરળ રીતે બનાવો ઘરે સ્વાદિષ્ટ ગવાર ઢોકળી

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

કોરોનાના કારણે હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. આ સમયમાં ઘરે રહીને આપણે રસોઇની નવી આઇટમો સીખીને ઘરે બનાવી શકાય છે. તો આજે આપણે ઘરે બનાવીશું બજાર જેવી ગવાર  ઢોકળી એ પણ સાદી અને સરળ રીતે.

સામગ્રી

250 ગ્રામ : ગવાર સમારેલ (એક ગવારના 4 ટુકડા )
1 કપ : બેસન
૩ ટેબલસ્પૂન : તેલ
1/2 ટીસ્પૂન : અજમો
1/2 ટીસ્પૂન : જીરુ
1/2 ટીસ્પૂન : લસણ મરચાંની પેસ્ટ
1 ટી સ્પૂન : લાલ મરચું પાવડર
1/2 ટીસ્પૂન : હળદર
1/2 ટીસ્પૂન : ધાણાજીરુ પાવડર
1/2 ટીસ્પૂન : ગરમ મસાલો
ખડા મસાલા : 1-1મરી-તજ- લવીંગ-તમાલપત્ર -ખાખર
1 કપ ગ્રેવી : ટામેટો , ડુંગળી,લસણ , આદુની
સ્વાદ મુજબ : મીઠું

રીત :

એક ડીશ લઈ તેમાં બેસન નાખી અને અજમો, સ્વાદ મુજબ મીઠું , હળદર,લસણ મરચાની પેસ્ટ, અને 1 ટેબલ સ્પૂન તેલ નાખી મસળી લો. પછી થોડું થોડું પાણી રેડી કડક લોટ બાંધી લો. પછી લોટ પર થોડું તેલ રેડી મસળીને હાથ પર તેલ લગાવી નાના નાના વડા બનાવી લો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક પેન લઈ મિડિયમ ગેસ પર મૂકો . તેમાં 2 ટેબલ સ્પૂન તેલ રેડી તેલ ગરમ થાય એટલે ખડા મસાલા, જીરુ, હિંગ નાખી હલાવી દો. પછી સમારેલ ગવાર નાખીને હલાવો પછી થોડું થોડું મરચું, હળદર, ધાણાજીરુ , ગરમ મસાલો, મીઠું અને ૩ ટેબલ સ્પૂન પાણી રેડી હલાવીને ૩ મિનીટ માટે ઢાંકી દો. ૩ મિનિટ પછી હલાવી બનાવેલી ગ્રેવી ને ઉમેરી 3 ટેબલ સ્પૂન પાણી રેડીને હલાવો અને પાંચ મિનિટ માટે ઢાંકી દો. પાંચ મિનિટ બાદ બે ગ્લાસ પાણી રેડી દો. તેમાં બાકી નું લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરુ અને સ્વાદ મુજબ મીઠું નાખી હલાવો. પાણી ઊકળે એટલે તેમાં બનાવેલ નાના વડાને ગોઠવી દો,પછી પાંચ મિનિટ માટે ઢાંકી દો. પાંચ મિનિટ બાદ હલાવી લો, જો પાણી ન હોય અને ઢોકળી કાચી લાગે તો થોડું પાણી ઉમેરી ફરીથી ઢાંકી દો .ચડી જાય એટલે એક ચમચી લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી દો. લો તૈયાર ચટપટી ગવાર ઢોકળી. ગરમા ગરમ સર્વ કરો.