રસોઇઃ કોરોના વાયરસ વચ્ચે શ્રાવણની શરૂઆતમાં બનાવો ‘મથુરાનાં પેંડા’

અટલ સમાચાર, ડેસ્ક આજથી શ્રાવણમહિનાની શરૂઆત થઇ રહી છે. ત્યારે આ સમયમાં ઘણાં લોકો હશે જે ઉપવાસ કરશે. એક ટાઇમ જમશે અને એક ટાઇમ ફળાહાર કરશે. આવા સમયે જો ઘરમાં કંઇક એવું મિષ્ઠાન બનાવવામાં આવે જે ખાવાથી ભૂખ ઓછી લાગે અને મન પણ પ્રસન્ન રહે તો તે છે મથુરાનાં પેંડા. ચાલો ત્યારે આજે જાણીયે મથુરાનાં
 
રસોઇઃ કોરોના વાયરસ વચ્ચે શ્રાવણની શરૂઆતમાં બનાવો ‘મથુરાનાં પેંડા’

અટલ સમાચાર, ડેસ્ક

આજથી શ્રાવણમહિનાની શરૂઆત થઇ રહી છે. ત્યારે આ સમયમાં ઘણાં લોકો હશે જે ઉપવાસ કરશે. એક ટાઇમ જમશે અને એક ટાઇમ ફળાહાર કરશે. આવા સમયે જો ઘરમાં કંઇક એવું મિષ્ઠાન બનાવવામાં આવે જે ખાવાથી ભૂખ ઓછી લાગે અને મન પણ પ્રસન્ન રહે તો તે છે મથુરાનાં પેંડા. ચાલો ત્યારે આજે જાણીયે મથુરાનાં પેંડા બનાવવાની રીત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

સામગ્રી

માવો – 250 ગ્રામ
બૂરું ખાંડ – 200 ગ્રામ
ઘી- 2થી 3 ટેબલ સ્પૂન
નાની એલચી- 4થી 5 ભૂકો કરેલીરીત

બનાવાની રીતઃ

સૌ પહેલાં માવાને એક ચમચી ઘીની મદદથી મસળી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં માવો નાંખો. તેને ધીમી આંચ પર રાખો અને સતત હલાવતા રહો. જ્યાં સુધી તે ગુલાબી ન થાય. જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય તો તેમાં 2 ચમચી ઘી નાંખો અને ફરી શેકો. જો તમને લાગે છે કે માવો સૂકાઈ રહ્યો છે તો તેમાં 2 ચમચી મલાઈવાળું દૂધ ઉમેરો અને તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી દૂધ સૂકાઈ ન જાય. ગેસ બંધ કરો અને માવાને સતત થોડી વાર સુધી હલાવતા રહો. કઢાઈ ગરમ હોવાથી માવો ચોંટી શકે છે. હવે તેમાં 100 ગ્રામ બૂરું ખાંડ મિક્સ કરો અને તેને હલાવી લો. આ મિશ્રણના પેંડા બનાવી લો. પેંડા બનાવવા માટે આ મિશ્રણનો છોડો થોડો ભાગ હથેળી પર લો અને હાથમાં ગોળ આકાર આપો. હથેળીમાં તેને થોડું પ્રેસ કરો. જેથી તે પેંડાનો આકાર લઈ લે. હવે તેને એલચી પાવડર અને બૂરું ખાંડની પ્લેટમાં રાખી લો. તૈયાર છે તમારા મથુરાનાં પેંડા.