રસોઇઃ વધેલી રોટલીમાંથી સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ કબાબ રેપ

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર) લોકડાઉન રેસિપીની સિરીઝમાં આ વખતે અમે લઈને આવ્યા છીએ કબાબ રેપ. તેને તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી બનાવી શકો છો અને તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો લોકડાઉનમાં તો ટ્રાય કરો અને પરિવારની સાથે વાનગીનો આનંદ માણો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સામગ્રી વધેલા કબાબ
 
રસોઇઃ વધેલી રોટલીમાંથી સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ કબાબ રેપ

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર)

લોકડાઉન રેસિપીની સિરીઝમાં આ વખતે અમે લઈને આવ્યા છીએ કબાબ રેપ. તેને તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી બનાવી શકો છો અને તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો લોકડાઉનમાં તો ટ્રાય કરો અને પરિવારની સાથે વાનગીનો આનંદ માણો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

વધેલા કબાબ ( રોટલીની સાઈઝ પ્રમાણે કટ કરો)
વધેલી રોટલી
2 ડુંગળી
100 ગ્રામ દહીં
7-8 કળી લસણ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ચાટ મસાલો
1 ચમચી લીંબુનો રસ
કાળા મરીનો પાવડર
3 ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

સૌથી પહેલા યોગર્ટ સોર્સ બનાવવા માટે દહીંમાં સમારેલું લસણ, મીઠું અને મરીનો પાઉડર મિક્સ કરીને તેને સાઈડમાં રાખો. હવે ડુંગળીનું સલાડ બનાવવા માટે ડુંગળીને ગોળ આકારમાં કટ કરો, તેમાં લીંબુનો રસ, મરીનો પાવડર અને મીઠું નાખો. વધેલી રોટલી પર યોગર્ટ સોસ ફેલાવી તેના પર કબાબ મૂકો. હવે ડુંગળીનું સલાડ તેના પર મૂકીને તેને લપેટીને રેપ કરી લો. હવે નોન સ્ટિક પેનમાં થોડું તેલ લઈને રેપ બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. ચાટ મસાલો નાખીને સર્વ કરો.