રસોઈ: નાસ્તામાં આ રીતે બનાવો પડવાળી ‘ફરસી પુરી’, થશે એકદમ ટેસ્ટી

અટલ સમાચાર, ડેસ્ક ફરસી પુરી એ દરેક ગુજરાતીઓ માટેનો પ્રિય નાસ્તો છે. તો આજે આપણે પડવાળી ફરસી પુરી બનાવવાની રીત શીખીશું. પડવાળી ફરસી પુરી માટેની સામગ્રી : મેંદો – 250 ગ્રામ, મરી – 1/2 ચમચી, અધકચર વાટેલા, જીરું – 1 ચમચી, અજમો – 1/2 ચમચી, મીઠું -, તેલ – જરૂર મુજબ, પાણી. અટલ સમાચાર આપના
 
રસોઈ: નાસ્તામાં આ રીતે બનાવો પડવાળી ‘ફરસી પુરી’, થશે એકદમ ટેસ્ટી

અટલ સમાચાર, ડેસ્ક

ફરસી પુરી એ દરેક ગુજરાતીઓ માટેનો પ્રિય નાસ્તો છે. તો આજે આપણે પડવાળી ફરસી પુરી બનાવવાની રીત શીખીશું. પડવાળી ફરસી પુરી માટેની સામગ્રી : મેંદો – 250 ગ્રામ, મરી – 1/2 ચમચી, અધકચર વાટેલા, જીરું – 1 ચમચી, અજમો – 1/2 ચમચી, મીઠું -, તેલ – જરૂર મુજબ, પાણી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પડવાળી ફરસી પુરી બનાવવાની રીત : સૌ પ્રથમ એક મોટું વાસણ લઈ તેમાં મેંદો ચાળી લો. તેમાં મીઠું, અજમો, વાટેલા મરી અને જીરું ઉમેરી મિક્સ કરી તેમાં 5 ચમચી તેલ ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ તૈયાર કરી આ લોટને 20 મિનિટ ઢાંકીને રાખો. પછી તેમાંથી રોટલી બને તેવા એકસરખા લુવા તૈયાર કરી આ લુવા માંથી રોટલી વણી લો.

પછી આ રોટલી ઉપર એક ચમચી ઘી વ્યવસ્થિત રીતે લગાડી તેના પર થોડો મેંદો ભભરીવો. પછી આ રોટલીનો એક રોલ વાળીને તૈયાર કરી લો. પછી આ રોલને ચપ્પુથી એકસરખા કાપી લઈ, એકસરખા માપના પૂરી બને તેવા લુવા તૈયાર કરી આ લુવાને હથેળી ઉપર ઉભા રાખી બીજી હથેળી વડે દબાવી દેવા. હવે પુરીઓ વણી લેવી. પછી તેના પર ચપ્પુથી કાપા કરવા, જેથી પૂરી ફૂલે નહીં.

પછી પૂરી તળવા માટે એક વાસણમાં ગેસ પર ધીમાં તાપે તેલ ગરમ કરવું, હવે ધીમા તાપે જ પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી, આવી રીતે બધી પૂરી તળી લો. બધી પૂરી ઠંડી થાય એટલે તેને એક હવાચુસ્ત ડબામાં ભરી ચા સાથે અને નાસ્તામાં મજા માણો.