રસોઇઃ આ રીતે ઘરે બનાવો ઉપવાસમાં ખવાય તેવો ‘સફરજનનો શીરો’

અટલ સમાચાર, ડેસ્ક નવરાત્રિનો તહેવાર નજીક છે. માતાજીની આરાધનામાં ઘણાં લોકો ઉપવાસ કરશે. તો આ સમયે કઇ વાનગી તેઓ ઉપવાસમાં ખાઇ શકે છે. તે અંગે અમે આપને જણાવીશું. ચાલો ત્યારે આજે શીખીયે ખાસ હલવાની રેસેપી.. આજે આપણે શીખીશુ સફરજનનો શીરો.. એટલે કે એપલ હલવા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો એપલ હલવા બનાવવા
 
રસોઇઃ આ રીતે ઘરે બનાવો ઉપવાસમાં ખવાય તેવો ‘સફરજનનો શીરો’

અટલ સમાચાર, ડેસ્ક

નવરાત્રિનો તહેવાર નજીક છે. માતાજીની આરાધનામાં ઘણાં લોકો ઉપવાસ કરશે. તો આ સમયે કઇ વાનગી તેઓ ઉપવાસમાં ખાઇ શકે છે. તે અંગે અમે આપને જણાવીશું. ચાલો ત્યારે આજે શીખીયે ખાસ હલવાની રેસેપી.. આજે આપણે શીખીશુ સફરજનનો શીરો.. એટલે કે એપલ હલવા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એપલ હલવા બનાવવા માટે શું શું સામગ્રી જોઇશે. તે સૌથી પહેલાં નોંધી લો. 1 લાલ છીણેલું સફરજન, 2 ચમચી ઘી, 1 ચમચી મલાઈ, 1 વાટકી દૂધ, 4 ચમચી ખાંડ, 1 ચમચી મિલ્ક પાઉડર, ચપટી એલચી પાઉડર ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ

એપલ હલવો બનાવવાની રીત: સૌ પ્રથમ સફરજનને ધોઈ છાલ સાથે છીણી લો., એક કડાઈમાં ઘી લઇ તેમાં છીણ ઉમેરી 3 મિનિટ સાંતળો., પછી દૂધ ઉમેરી હલાવું (દૂધ ફાટીને કણીદાર માવો બની જશે), પછી ખાંડ ઉમેરી હલાવ્યા કરો. , તેનું પાણી બળે એટલે મિલ્ક પાઉડર અને મલાઈ ઉમેરી હલાવો. ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો., સફરજનનો હલવો ગરમ અને ઠંડો બંને રીતે સરસ લાગે છે e