રસોઇઃ કોરોનામાં જો ખમણ ખાવાનું મન થાય તો આ સરળ રીતથી ઘરે બનાવો

અટલ સમાચાર, ડેસ્ક આપણે બહારનાં વાટીદાળનાં ખમણ તો ઘણાં ચટાકા બોલાવીને ખાધા છે જ. પરંતુ શું તમે ક્યારેય ઘરે ટ્રાય કર્યો છે. તો તમે કહેશો કે કર્યો તો છે પરંતુ સારા નથી થતાં તો ઘણાંને બનાવતા ન પણ આવડતા હોય. તો આજે આપણે ફટાફટ બનતા વાટી દાળનાં ખમણની રીત જોઇએ. આ રીતથી તમે ખમણ બનાવશો
 
રસોઇઃ કોરોનામાં જો ખમણ ખાવાનું મન થાય તો આ સરળ રીતથી ઘરે બનાવો

અટલ સમાચાર, ડેસ્ક

આપણે બહારનાં વાટીદાળનાં ખમણ તો ઘણાં ચટાકા બોલાવીને ખાધા છે જ. પરંતુ શું તમે ક્યારેય ઘરે ટ્રાય કર્યો છે. તો તમે કહેશો કે કર્યો તો છે પરંતુ સારા નથી થતાં તો ઘણાંને બનાવતા ન પણ આવડતા હોય. તો આજે આપણે ફટાફટ બનતા વાટી દાળનાં ખમણની રીત જોઇએ. આ રીતથી તમે ખમણ બનાવશો તો ફરી ક્યારેય બહારથી લાવવાનું વિચારો જ નહીં. તો જોઇએ વાટી દાળનાં ખમણની રીત.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

1 કપ – ચણાની દાળ
1 ચમચી – લીંબુનો રસ
2 ચમચી – ખાટું દહીં
1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ1/3 ચમચી – બેકિંગસોડા (ઇનો)
1/8 ચમચી – હળદર
1 ચમચી – તેલ
1 કપ – પાણી
સ્વાદાનુસાર – મીઠું

વઘાર માટે
1 ચમચી – તેલ
1 ચપટી – હીંગ
1/2 ચમચી – રાઇ
4-5 નંગ – લીલા મરચાં
2 ચમચી – કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઇ લો અને 6 કલાક પાણીમાં પલાળી રાખો. દાળમાંથી પાણી નીકાળીને તેને અધકચરી વાટી લો. તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી થોડી વધારે વાટી લો. તેને એક મોટા બાઉલમાં નીકાળી લો. તેમા લીંબુનો રસ, ખાટું દહીં અને મીઠું ઉમેરી બરાબર મિકસ કરી લો. આ મિશ્રણને ઢાંકીને 5-6 કલાક રહેવા દો. ત્યાર પછી તેમા આદુ-મરચાંની પેસ્ટ ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો. ખીરામાં ઇનો કે બેકિંગ સોડા ઉમેરીને 1 મિનિટ માટે હલાવી લો. હવે આ ખીરાને ચીકણી કરેલી થાળીમાં રાખો અને તેને સ્ટીમરમાં મૂકી તેને ઢાંકી દો.

10-15 મિનિટ પછી ઢાંકણ હટાવીને ચપ્પુની મદદથી ચેક કરો કે ખમણ ચઢી ગયા છે કે નહીં. જો ચપ્પા પર ખમણનું ખીરૂ ચોંટે નહીં તો તે ચઢી ગયા છે નહીંતર તેને 2-3 મિનિટ ચઢવા દો. થાળી બહાર કાઢીને તેને ઠંડુ કરીને તેને કાપી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમા રાઇ અને હીંગ ઉમેરો. રાઇ ચટકે એટલે તેમા લીલા મરચાં ઉમેરી લો. હવે ગેસ બંધ કરીને ઉપરથી વઘાર ખમણ પર ઉમેરી લો અને તે પછી તેને કોથમીરથી ગાર્નિશ કરો.