રસોઇઃ વરસાદના વાતાવરણમાં આ રીતે બનાવો લૌકી-પાલકના મુઠીયા

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ચોમાસાની સીઝન ચાલુ છે એટલે સૌ કોઇને આવી સીઝનમાં આ વસ્તુ બહુ ગમતી હોય છે. તો આજે આપણે કોરોના સંકટ વચ્ચે ઘરે જ બનાવીશું લૌકી-પાલક ના મુઠીયા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જરૂરી સામગ્રી: જીણા કાપેલ પાલક – ૨ કપ, છુન્દો કરેલ લૌકી – ૨ કપ, ચણાનો
 
રસોઇઃ વરસાદના વાતાવરણમાં આ રીતે બનાવો લૌકી-પાલકના મુઠીયા

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ચોમાસાની સીઝન ચાલુ છે એટલે સૌ કોઇને આવી સીઝનમાં આ વસ્તુ બહુ ગમતી હોય છે. તો આજે આપણે કોરોના સંકટ વચ્ચે ઘરે જ બનાવીશું લૌકી-પાલક ના મુઠીયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જરૂરી સામગ્રી:

જીણા કાપેલ પાલક – ૨ કપ,
છુન્દો કરેલ લૌકી – ૨ કપ,

ચણાનો લોટ – ૩/૪ કપ,

આદુ-લીલા મરચાંની પેસ્ટ – ૧ ચમચી,

બેકિંગ સોડા – ૧/૪ ચમચી,

સોજી – ૧/૨ કપ,

દહીં – ૨ ચમચી,

લીંબુનો રસ – ૧ ચમચી,

લાલ મરચું પાવડર – ૩/૪ ચમચી,

હળદર પાવડર – ૧/૪ ચમચી,

અજવાઇન – ૧/૪ નાની ચમચી,

હીંગ – ૧ નાની ચમચી,

તેલ – ૧ મોટી ચમચી,

મીઠું સ્વાદઅનુસાર

તડવા માટે

તેલ – ૨ મોટી ચમચી,

જીરું – ૧/૩ ચમચી,

સરસવ / રાઈ – ૧ નાની ચમચી,

તલ – ૨ નાની ચમચી,

હીંગ – ૧ ચમચી,

૧૦ થી ૧૨ કરી પાંદડા,

૪ થી ૫ લીલા મરચા,

સુશોભન માટે તાજા કોથમીર પાંદડા,

લીંબુનો રસ જરૂરીયાત મુજબ

બનાવવાની રીત:

એક વાટકીમાં લોટ, ચણાનો લોટ અને સોજી મિક્ષ કરો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, હીંગ, મીઠું, બેકિંગ સોડા અને અજવાઇન નાંખો. તેમાં ૨ ચમચી તેલ અને દહીં નાખો અને બરાબર મિક્ષ કરો. આ પછી તેમાં સમારેલ પાલક, છુન્દો કરેલ લૌકી, લીંબુનો રસ, આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખો. બધા ઘટકોને મિક્સ કરીને કણક તૈયાર કરો. કણકને ૫ થી ૬ સમાન ભાગોમાં વહેંચો. તમારી હથેળીને તેલથી ગ્રીસ કરો અને લોટથી મધ્યમ જાડા રોલ બનાવો. સ્ટીમર પ્લેટને તેલથી ચીકણું કરો અને તેના ઉપર રોલ કરો રાખો અને ૨૦ મિનિટ સુધી બાફ આપો. ૨૦ મિનિટ પછી કાંટા સાથે રોલ તપાસો જો તે સ્વચ્છ બહાર આવે છે તો રોલ તૈયાર છે. જો કણક ચોંટી જાય તો તેને થોડો વધુ સમય બાપ આપો. સ્ટીમરમાંથી રોલ કાઢો અને તેને ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દો.

ઠંડુ થાય પછી, ૧ સેમી મોટી સ્લાઈસમાં કાપો. જાડા તળિયામાં તેલ ગરમ કરો. તેમાં જીરું, રાઈ અને તલ નાંખી, દાણા તડવી દો, હવે તેમાં કડી પાંદડા અને લીલા મરચા નાખો અને થોડીવાર માટે તળી લો, હિંગ નાંખો. સમારેલા મુઠીયા ઉમેરો. લીંબુનો રસ નીચવો અને સારી રીતે મિક્ષ કરો, આંચ બંધ કરો. મુઠીયાને એક સર્વિંગ ડિશમાં કાઢી લો અને તેમાં તાજા ધાણા પાંદડા નાખી ગાર્નિશ કરો.