રસોઇઃ વરસાદી મોસમમાં બનાવો સરળ રીતે ચટાકેદાર ‘રગડા પેટીસ’

અટલ સમાચાર, ડેસ્ક આ વરસાદી મોસમમાં કાંઇ ચટપટુ હોય તો બધાને ભાવે અને મઝા પડી જાય. રગડા પેટીસ એક ચટપટી વાનગી છે જે બધાને ખાવી ગમે. રગડા પેટીસમાં મુખ્યત્વે બટાકા અને વટાણાનો ઉપયોગ થાય છે. જે સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તો આજે આપણે જોઇએ કઇ રીતે રગડા પેટીસને એકદમ ટેસ્ટી બનાવી શકાય. અટલ સમાચાર
 
રસોઇઃ વરસાદી મોસમમાં બનાવો સરળ રીતે ચટાકેદાર ‘રગડા પેટીસ’

અટલ સમાચાર, ડેસ્ક

આ વરસાદી મોસમમાં કાંઇ ચટપટુ હોય તો બધાને ભાવે અને મઝા પડી જાય. રગડા પેટીસ એક ચટપટી વાનગી છે જે બધાને ખાવી ગમે. રગડા પેટીસમાં મુખ્યત્વે બટાકા અને વટાણાનો ઉપયોગ થાય છે. જે સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તો આજે આપણે જોઇએ કઇ રીતે રગડા પેટીસને એકદમ ટેસ્ટી બનાવી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રગડા માટેની સામગ્રી – 250 ગ્રામ સફેદ વટાણા, 100 ગ્રામ શિંગદાણા, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણાજીરું, 4 લીલાં મરચાં, 2 કટકા આદું, 4 ટેબલસ્પૂન ગોળ-આંબલીનો જાડો રસ, 100 ગ્રામ બટાકા, 100 ગ્રામ ટામેટા, 1 ઝૂડી લીલા ધાણા,100 ગ્રામ ડુંગળી, 50 ગ્રામ કોપરાનું ખમણ, મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ પ્રમાણસર. પેટીસ માટે – 1 કિલો બટાકા, 2 લીલાં મરચાં, કટકો આદું, 50 ગ્રામ આરારૂટ, મીઠું પ્રમાણસર

રગડો બનાવવા માટેની રીત : સફેદ વટાણા લઈ તેને નવશેકા પાણીમાં 5થી 6 કલાક માટે પલાળી રાખવા. સવારે થોડો સોડા નાંખી, કૂકરમાં બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ-હિંગ નાંખી, બાફેલા વટાણા નાંખીને વઘારવા. તેમાં મીઠું, મરચું, હળદર, શિંગદાણાનો ભૂકો, તલ, ગરમ મસાલો, ધાણાજીરૂં, વાટેલાં આદુ-મરચાં અને ગોળ-આંબલીનો જાડો રસ નાંખવો. 1 કપ પાણી નાંખી ઉકાળવું. જાડું રસાદાર થાય એટલે ઉતારી, બટાકાને બાફી, છોલી બારીક કટકા, ટામેટાના બારીક કટકા અને લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારી નાંખવા.

પેટીસ માટે : બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં મીઠું વાટેલાં આદુ-મરચાં અને આરારૂટ નાંખી, બરાબર મિક્સ કરી, બટાકાની કણકમાંથી તમને ગમતી આકારની પેટીસ બનાવી, તવા ઉપર તેલથી બદામી રંગની તળી લેવી. તવા પર મધ્યમ તાપ પર ધીરે ધીરે ચારે બાજુ શેકાવા દો. સર્વિંગ માટે એક ડિશમાં બે પેટીસ મૂકી ઉપર ગરમ રગડો નાંખી, બારીક સમારેલી ડુંગળી, કોપરાનું ખમણ નાંખવું. ઉપર બે ચમચી લીલી ચટણી નાંખવી અને ગોળ આંબલીની ચટણી નાંખવી. તમે ઇચ્છો તો થોડુ દહીં પણ નાંખી શકો છો. તો તૈયાર છે તમારી રગડા પેટીસ