રસોઇઃ શિયાળામાં સાદી અને સરળ આ રીતે ફટાફટ બનાવો ‘મેથીની પુરી’

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર મેથી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને શિયાળામાં તે ખૂબ જ મળતી હોય છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે. મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે, પરંતુ મેથી વાળ માટે પણ ફાયદાકારક છે. મેથીનું સેવન કરીને શરીરને
 
રસોઇઃ શિયાળામાં સાદી અને સરળ આ રીતે ફટાફટ બનાવો ‘મેથીની પુરી’

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર

મેથી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને શિયાળામાં તે ખૂબ જ મળતી હોય છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે. મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે, પરંતુ મેથી વાળ માટે પણ ફાયદાકારક છે. મેથીનું સેવન કરીને શરીરને અનેક રોગોથી પણ બચાવી શકો છો. સામાન્ય રીતે આપણે મેથીની ભાજીના થેપલા, ઢેબરા, મુઠિયા, ભજિયા તો આપણે બનાવીએ જ છીએ પરંતુ મેથીની પુરી પણ બનાવશો તો નાસ્તામાં ખાવાની મજા પડી જશે.

મેથીની પુરી બનાવવા માટેની સામગ્રી – 2 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી રવો, 4 ચમચી ઘી, અડધી ચમચી જીરું, અડધી ચમચી મરી પાવડર, મીઠું – સ્વાદ પ્રમાણે, 1 વાટકી લીલી મેથી- ઝીણી સમારવી, તેલ

રીત – સૌથી પહેલા મેથીને ધોઈને સાફ કરો અને ઝીણી સમારી લો. હવે એક મોટા વાસણમાં મેથી, ઘઉંનો લોટ અને રવો ઉમેરો. આ મિશ્રણમાં જીરું, મરી પાવડર, મીઠું અને ઘી નાખીને મિક્સ કરો. હવે જરુર પ્રમાણે પાણી નાખીને લોટ તૈયાર કરો. રોટલી વણવાની પાટલી પર લુઓ લઈ વધારે જાડી પણ નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં, તેવી રોટલી વણો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોટી રોટલી જેવું વણીને ગોળ નાના કટરથી કાપવી. બધી પુરીને ગોળ શેપ આપો અને તેમાં કાંટા ચમચીથી થોડા કાણાં કરો. તમે નાની નાની પૂરી વણીને પણ તેમાં કાંણા પાડી શકો છે. જેથી તેલમાં તળો તો ફૂલે નહીં. એક પેનમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થયા પછી મીડિયમ ફ્લેમ પર તળી લો. આ રીતે તૈયાર થાય છે ટેસ્ટી અને ક્રિસ્પી મેથીની પૂરી તૈયાર છે. આ પુરી તમે ચા સાથે અથવા એકલી પણ ખાઈ શકો છો.