રસોઇ: આલું ચાટ બનાવવાની સાદી અને સરળ રીતે જાણો

અટલ સમાચાર, ડેસ્ક બટાકામાંથી અનેક વાનગીઓ તૈયાર થતી હોય છે. પરંતુ રુટિન વાનગીઓથી કંટાળી ગયા હોવ તો અંહી આપેલી રેસિપીથી તમારો ટેસ્ટ બદલાશે અને તમને બના આવી જશે. તો ચાલો ફટાફટ આલુ ચાટની રેસિપી નોંધીલો. સામગ્રી : 250 બાફેલા બટાકા 1 ઝૂડી ફૂદીનો 1 ચમચી લીંબુનો રસ/(ખટાશ વધુ પસંદ હોય તો 2 ચમચી) 8 /
 
રસોઇ: આલું ચાટ બનાવવાની સાદી અને સરળ રીતે જાણો

અટલ સમાચાર, ડેસ્ક

બટાકામાંથી અનેક વાનગીઓ તૈયાર થતી હોય છે. પરંતુ રુટિન વાનગીઓથી કંટાળી ગયા હોવ તો અંહી આપેલી રેસિપીથી તમારો ટેસ્ટ બદલાશે અને તમને બના આવી જશે. તો ચાલો ફટાફટ આલુ ચાટની રેસિપી નોંધીલો.

સામગ્રી :

250 બાફેલા બટાકા
1 ઝૂડી ફૂદીનો
1 ચમચી લીંબુનો રસ/(ખટાશ વધુ પસંદ હોય તો 2 ચમચી)
8 / 10 ઝીણા સમારેલાં લીલા મરચાં
2 ચમચી જીરૂનો બારીક ભૂકો
2 ચમચી ચાટ મસાલો
2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર
6 ચમચા બાંધેલું દહીં
1 આદુનો નાનો ટુકડો
1 ચમચી સંચળ
50 ગ્રામ કાજુ

રીત :

ગેસ પર નોન સ્ટીક પેન મૂકી તેલ ઉમેરો.તેલ બરાબર ગરમ થાય એટલે બટાટા સહેજ સોનેરી થાય એ રીતે તળી લો.
બહારની સાઈડ થોડા કકરા દેખાવવા જોઈએ.કાજુ, ફુદીનો, લીલાં મરચાં, દહીં, આદું, સંચળ સ્વાદ માટે, થોડું મીઠું ઉમેરી આ બધાને મિશ્ર કરી પેસ્ટ બનાવો.પછી પેસ્ટ બાજુ પર મૂકો. બાજુ પર મૂકેલા બટાટાને એક મોટા બાઉલમાં લઈને તેના પર પેસ્ટ અને સૂકો મસાલો જેવો કે જીરૂનો ભૂકો, ચાટ મસાલો, મીઠું વગેરે ભભરાવો અને બટાટા પર આ બધાનું આવરણ થાય એ રીતે હલાવો.તેમાં લીંબુનો રસ ઉમેરો.ગરમગરમ પીરસો.ઉપરથી થોડો ચાટ મસાલો, ઝીણા સમારેલા ધાણા તેમજ ફૂદીનો, ઝીણું સમારેલું લીલું મરચું વગેરે ભભરાવી શકાય. આકર્ષક રીતે સજાવી પીરસો.આ ચાટ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.