રસોઇઃ દુધીના સ્વાદિષ્ટ મુઠીયા સરળ રીતથી બનાવવાનું જાણો…

અટલ સમાચાર, ડેસ્ક દુધીના મુઠીયા એ ગુજરતીઓનો અતિ પ્રિય નાસ્તો છે. તેની ખાસિયત તો એ છે કે તેને તમે નાસ્તા તેમજ ભોજનમાં બંનેમાં ખાઈ શકો છો. આ સાથે દુધીના મુઠીયા ઘણાં જ હેલ્ધી કહેવાય છે, કારણ કે તેમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, સાથે તેને બાફીને બનાવવામાં આવે છે. દુધીના મુઠીયા માટેની સામગ્રી :- છીણેલી દૂધી
 
રસોઇઃ દુધીના સ્વાદિષ્ટ મુઠીયા સરળ રીતથી બનાવવાનું જાણો…

અટલ સમાચાર, ડેસ્ક

દુધીના મુઠીયા એ ગુજરતીઓનો અતિ પ્રિય નાસ્તો છે. તેની ખાસિયત તો એ છે કે તેને તમે નાસ્તા તેમજ ભોજનમાં બંનેમાં ખાઈ શકો છો. આ સાથે દુધીના મુઠીયા ઘણાં જ હેલ્ધી કહેવાય છે, કારણ કે તેમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, સાથે તેને બાફીને બનાવવામાં આવે છે.

દુધીના મુઠીયા માટેની સામગ્રી :-

છીણેલી દૂધી – 300 ગ્રામ
ઘઉંનો લોટ – 2 કપ
ચણાનો લોટ – 1/2 કપ
આદુ લસણની પેસ્ટ – 1 ચમચી
તલ – 2 ચમચી
રાઈ – 1/2 ચમચી
જીરું – 1/2 ચમચી
હિંગ – 1/4 ચમચી
કોથમીર – 1/2 કપ
મીઠું – સ્વાદાનુસાર
મરચું – 1 ચમચી
હળદર – 1/4 ચમચી
ધાણા પાઉડર – 1 ચમચી
ખાંડ – 1/2 ચમચી
ખાવાનો સોડા – 1/4 ચમચી
તેલ – 1 ચમચો + 2 ચમચા વઘાર માટે ચમચી

બનાવવાની રીત :-

સૌ પ્રથમ મુઠીયાના સ્ટીમરમાં પાણી ભરી ધીમા તાપે ગરમ કરવા મૂકી દો.
ત્યારબાદ મૂઠીયા માટે મિશ્રણ તૈયાક કરવા માટે- એક વાસણમાં છીણેલી દુધી લઈ તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, મીઠું, હળદર , લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ખાંડ,1 ચમચો તેલ, ખાવાનો સોડા, સમારેલ કોથમીર અને આદુ લસણની પેસ્ટ ઉમેરી હાથથી મસળીને બધું મિક્સ કરી લો. લોટ થોડો ઢીલો બાંધવો , દુધીમાં પાણી હોવાથી પાણી નાખવાની જરૂર રહેતી નથી, છતાં જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો. હવે આ મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઈ મુઠ્ઠી વચ્ચે દબાવતા જઈ તેમાંથી મુઠીયા તૈયાર કરતા જઈ સ્ટીમરમાં ગોઠવતા જાવ. પછી સ્ટીમરને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે બાફી લો. બાફીને મુઠિયા થોડા ઠંડા થાય એટલે તેને કાપી લો.

હવે વઘાર માટે – 

તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવી તેમાં તલ નાખો. તલ તતડે એટલે હીંગ નાખી તેમાં મુઠીયા ઉમેરો. તેને ફેરવતા જઈ 5 મિનિટ બાદ ગેસ બંધ કરી સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી દુધીના મુઠીયા.. જેને તમે ચા સાથે અથવા લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો.