રસોઇઃ સ્વાદિષ્ટ બાજરીના પરોઠા, જે શરીરને રાખે તંદુરસ્ત, બનાવાની રીત જાણો

અટલ મમાચાર,ડેસ્ક બાજરીના ગળ્યા પરોઠા બનાવવાની સામગ્રી: 1 કપ બાજરીનો લોટ 3/4 કપ ગોળ 2 ચમચિ વરિયાળી 2 ચમચી સૂંઠ 3 ચમચી ઘી 1 ચમચી બદામ ની કતરણ 1/4 ચમચી એલચી પાવડર શેકવા માટે ઘી બનાવવાની રીત: સૌ પ્રથમ તપેલી કે કઢાઈમાં ગોળ લઈ તેમાં 1 કપ પાણી નાખી ગેસ ઉપર જ્યાં સુધી ગોળ ઓગળી
 
રસોઇઃ સ્વાદિષ્ટ બાજરીના પરોઠા, જે શરીરને રાખે તંદુરસ્ત, બનાવાની રીત જાણો

અટલ મમાચાર,ડેસ્ક

બાજરીના ગળ્યા પરોઠા બનાવવાની સામગ્રી:

1 કપ બાજરીનો લોટ

3/4 કપ ગોળ

2 ચમચિ વરિયાળી

2 ચમચી સૂંઠ

3 ચમચી ઘી

1 ચમચી બદામ ની કતરણ

1/4 ચમચી એલચી પાવડર

શેકવા માટે ઘી

બનાવવાની રીત:

સૌ પ્રથમ તપેલી કે કઢાઈમાં ગોળ લઈ તેમાં 1 કપ પાણી નાખી ગેસ ઉપર જ્યાં સુધી ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.

પછી લોટ બાંધવા માટે એક કથરોટમાં બાજરીનો લોટ લઈ તેમાં વરિયાળી, સૂંઠ, એલચી પાવડર અને ઘી ઉમેરી મિક્સ કરી લો. પઠી તેમાં બનાવેલા ગોળના પાણીથી કણક તૈયાર કરી લો. હવે તેમાંથી જાડું પરાઠું વણી લો. બાજરીનો લોટ ગ્લુટન ફ્રી હોવાથી વણવામાં સાવચેતી નહીં રાખો તો ફાટી જશે. જરૂર લાગે તો પ્લાસ્ટિક પર રાખીને વણો. પછી આ પરોઠાને ગરમ લોઢી પર બંને બાજુ ઘી લગાવી શેકી લો. શેકઆઈ જાય એટલે તેની ઉપર બદામ-પીસ્તાની કરતણ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.

ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેથી લોહીની કમી રહેતી હોય તો ઘણો ફાયદો થાય છે. તેમજ બાજરી ખાવાથી જલ્દી પેટ ભરાઈ જાય છે તેમજ લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાથી જલ્દી ભૂખ પણ નથી લાગતી. તેથી ડાયટ કરનારાને પણ આ પરોઠા ખાવાથી ઘણો ફાયદો થઈ શકે છે.