રસોઇઃ દાળવડા બનાવવાની સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, ડેસ્ક દાળવડાતો સૌ કોઇએ ખાધા જ હશે પણ બજાર જેવા જ્યારે તમારે ઘરે બનાવવા હોય તો તમે આ રીતથી બનાવી શકો છો. દાળવડા ઠંડીની સીઝનમાં સારા એવા સ્વાદિષ્ટ લાગતાં હોય છે. આજે તમને ઘરે બજાર જેવા દાળવડા કેવી રીતે બનાવવા તે તમને જણાવી દીએ. સામગ્રી: મગની દાળ ૫૦૦ ગ્રામ લસણ-આદુ પેસ્ટ-એક મોટો ચમચો
 
રસોઇઃ દાળવડા બનાવવાની સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, ડેસ્ક

દાળવડાતો સૌ કોઇએ ખાધા જ હશે પણ બજાર જેવા જ્યારે તમારે ઘરે બનાવવા હોય તો તમે આ રીતથી બનાવી શકો છો. દાળવડા ઠંડીની સીઝનમાં સારા એવા સ્વાદિષ્ટ લાગતાં હોય છે. આજે તમને ઘરે બજાર જેવા દાળવડા કેવી રીતે બનાવવા તે તમને જણાવી દીએ.

સામગ્રી:

મગની દાળ ૫૦૦ ગ્રામ

લસણ-આદુ પેસ્ટ-એક મોટો ચમચો

લીલા મરચાં નાનાં કાપેલ-૨ થી ૩

લીલા કોથમીર અડધા કાપેલ- અડધો કપ

ચાટ મસાલા-૧/૨ ચમચી

ગરમ મસાલા પાવડર-૧ ચમચી

હિંગ એક ચપટી

મીઠું – સ્વાદ મુજબ

તેલ – જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:

મગદાલને એક રાત પાણીમાં પલાળી રાખો. સવારમાં પાણી બહાર કાઢી અને મિક્સરમાં પાવડર કરી દો. ત્યારબાદ પછી આ પેસ્ટમાં, ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા, આદુ લસણ પેસ્ટ, લીલા કોથમીર, હિંગ, અને મીઠું નાખીને તેને ચમચીથી હલાવીને મિક્ષ કરી દો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને હાથમાં દાળનું મિશ્રણ લો અને તેના પાકોડાઓ બનાવી અને તેને તેલમાં મૂકો. પકોડાને એક મોટા ચમચાથી ઉથલાવીને ચારે બાજુએથી થોડા ભૂરારંગ ના થાય ત્યાં સુધી પકવા દો. આજ રીતે બધા મિશ્રણના ગરમાગરમ મગદાળના પકોડા બનાવીને લીલી ચટણી અને સૉસ સાથે ટેસ્ટ કરો.