રસોઇઃ ‘મગની દાળનો શીરો બનાવવાની સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતી લોકોને સ્વાદિષ્ટ અતિ પસંદ હોય છે એમા પણ શીરો એમનો મનપંસદગી વાનગી કહેવાય છે. આમતો શીરો અનેક પ્રકારના હોય છે. લગ્ન પ્રસંગોમાં પણ મોટા ભાગે શીરો જોવા મળ્યો હોય છે. લગ્ન પ્રસંગે મગની દાળનો શીરો વધારે જોવા મળતો હોય છે. આજે મગના દાળનો શીરો બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તો ફટાફટ
 
રસોઇઃ ‘મગની દાળનો શીરો બનાવવાની સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતી લોકોને સ્વાદિષ્ટ અતિ પસંદ હોય છે એમા પણ શીરો એમનો મનપંસદગી વાનગી કહેવાય છે. આમતો શીરો અનેક પ્રકારના હોય છે. લગ્ન પ્રસંગોમાં પણ મોટા ભાગે શીરો જોવા મળ્યો હોય છે. લગ્ન પ્રસંગે મગની દાળનો શીરો વધારે જોવા મળતો હોય છે. આજે મગના દાળનો શીરો બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તો ફટાફટ નોંધી લો મગની દાળનો શીરો બનાવવાની Recipe

બનાવવાની રીત

સામગ્રી : અડધો કપ મગની દાળ
અડધો કપ ઘી
અડધો કપ માવોપોણો કપ ખાંડ
વીસ કાજુ
ચાર એલચીનો પાઉડર
પાંચ બદામ

રીત :

મગની દાળને ધોઈને 4-5 કલાક પલાળી રાખો. પલાળેલી દાળને નિતારી લો અને તેને મિક્સરમાં ઝીણી પીસી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરી મધ્યમ તાપે શેકો. શેકતી વખતે દાળને હલાવતા રહેવુ. 20-25 મિનીટમાં તે શેકાઈ જશે. શેકાયેલી દાળ કડાઈ સાથે ચોંટતી નથી અને ઘીથી અલગ દેખાવા લાગે છે એટલે શેકાયેલી દાળને ગેસ પરથી ઉતારી સાઈડમાં મુકી દો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પછી કડાઈમાં માવો ધીમા તાપે શેકી લો. તેને શેકેલી દાળ સાથે મિક્સ કરી લો. એક વાસણમાં ખાંડ જેટલું જ પાણી મિક્સ કરી તેને ગેસ પર રાખો. પાણી ઉકળી જાય પછી તેને બીજી 2-3 મિનીટ સુધી ઉકળવા દો. ચાસણી તૈયાર છે. દાળમાં આ ચાસણી મિક્સ કરો. કાજુ અને બદામ પણ ઉમેરો. હવે દાળને ગેસ પર ધીમા તાપે પકાવવા મુકો. દાળમાંથી પાણી બળી જાય અને લચકા પડતું મિશ્રણ રહેશે તૈયાર છે મગની દાળને શીરો. તેમાં એલચી પાઉડર મિક્સ કરી દો. બદામની કતરણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ પીરસો. વધેલા શીરાને 7 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખો.