રસોઇઃ વધેલા ભાતની કટલેટ બનાવવાની સાદી રીત જાણો

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર) તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો ફેંકી દેતા હોય છે તો ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી કટલેસ બનાવવાની એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેને એકદમ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતની કટલેટ બનાવી
 
રસોઇઃ વધેલા ભાતની કટલેટ બનાવવાની સાદી રીત જાણો

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર)

તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો ફેંકી દેતા હોય છે તો ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી કટલેસ બનાવવાની એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેને એકદમ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતની કટલેટ બનાવી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક મોટા વાસણમાં રાંધેલા ભાત, ચોખાનો લોટ અને પાણી બરાબર મિક્સ કરો. તેમા ગાજર, લીલી ડુંગળી, ડુંગળી, આદુ લસણની પેસ્ટ. ખાંડ, મીઠું, જીરૂ પાઉડર, કોથમીર બરાબર હાથથી મિક્સ કરો. હવે મિશ્રણને 15-16 ભાગ કરો. હાથમાં તેલ લગાવીને મિશ્રણને કટલેસનો આકાર આપી દો.

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને મધ્યમ આંચ પર કટલેસને તરવા મૂકો. કટલેસ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લો. હવે કટલેસને ટિશ્યૂ પેપરમાં મૂકો એટલે વધારાનું તેલ નીકળી જાય. તૈયાર છે ગરમા ગરમ કટલેસ. જેને તમે લીલી ચટણી કે ટામેટાના સોસ સાથે સર્વ કરી શકો છો.