રસોઇઃ સ્વાદિષ્ટ કચોરી બનાવવાની એકદમ સરળ રીત જાણો

અટલ સમાચાર,ડેસ્ક રવિવારે રજા પર છો તો બટાકાની કચોરી બનાવવાનુ ન ભૂલો. તમે તેને સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો. – મેદો કે ઘઉંનો લોટ – 300 ગ્રામ – રવો 200 ગ્રામ – મીઠુ – સ્વાદમુજબ – બેકિંગ સોડા – 1/4 ચમચી તેલ – 2 ચમચી ભરવાની સામગ્રીઃ બટાકા 300, તેલ 1 ચમચી,
 
રસોઇઃ સ્વાદિષ્ટ કચોરી બનાવવાની એકદમ સરળ રીત જાણો

અટલ સમાચાર,ડેસ્ક

રવિવારે રજા પર છો તો બટાકાની કચોરી બનાવવાનુ ન ભૂલો. તમે તેને સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો.

– મેદો કે ઘઉંનો લોટ – 300 ગ્રામ
– રવો 200 ગ્રામ
– મીઠુ – સ્વાદમુજબ
– બેકિંગ સોડા – 1/4 ચમચી
  તેલ – 2 ચમચી
ભરવાની સામગ્રીઃ 
બટાકા 300, તેલ 1 ચમચી, જીરુ 1/2 ચમચી, ધાણા પાવડર 1 ½ ચમચી, લીલા મરચા – 2
આદુનો ટુકડો – 1 ½ ઈંચ, તળવા માટે તેલ
બનાવવાની રીતઃ
સૌ પહેલા કચોરી માટે લોટ બાંધી લો. જેને માટે તમારે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરવો પડશે. લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો.
હવે બટાકાને બાફી લો પછી તેને છોલીને નાના ટુકડા કરી લો.
હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ નાખો.
પછી ધાણા પાવડર, લીલા મરચા, મીઠુ અને છીણેલો આદુ નાખીને 2-3 મિનિટ ફ્રાઈ કરો. રસોઇઃ સ્વાદિષ્ટ કચોરી બનાવવાની એકદમ સરળ રીત જાણો
 લોટની લીંબૂના આકારના લૂવા બનાવી લો. પછી તેણે હળવો દબાવીને વણી લો અને વચ્ચે એક કે દોઢ ચમચી ભરાવણ સામગ્રી ભરો. કચોરીના કિનારાને વાળીને બંધ કરીને હલકા હાથે વણી લો.
હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો અને ગરમ તેલમાં બ્રાઉન થતા સુધી તળી લો. તાપને મધ્યમ જ રાખો અને વચ્ચે પલટતા રહો.
પછી કચોરીને નેપકિનમાં મુકીને પ્લેટમાં સર્વ કરો.