રસોઇઃ દિવાળીમાં ઘરે જ બનાવો કાજુ કતરી, સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, મહેસાણા(કિરણબેન ઠાકોર) દિવાળી આવી રહી છે તો બધાના મોઢાને કંઇક મીઠું ખાવાની તલપાપડ હોય છે. એવામાં પણ જો કાજુ કતરી મળી જાય તો વધારે મજા આવી જાય છે. એમાં પણ મિઠાઈમાં કાજુુ કતરીનો કોઈ જવાબ જ નહી. આ મોંઘી મિઠાઈઓમાંથી એક છે કાજુ કતરી. જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ
 
રસોઇઃ દિવાળીમાં ઘરે જ બનાવો કાજુ કતરી, સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, મહેસાણા(કિરણબેન ઠાકોર)

દિવાળી આવી રહી છે તો બધાના મોઢાને કંઇક મીઠું ખાવાની તલપાપડ હોય છે. એવામાં પણ જો કાજુ કતરી મળી જાય તો વધારે મજા આવી જાય છે. એમાં પણ મિઠાઈમાં કાજુુ કતરીનો કોઈ જવાબ જ નહી. આ મોંઘી મિઠાઈઓમાંથી એક છે કાજુ કતરી. જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ છે તો એવુ નથી. હું તમને જણાવી રહી છું કાજુુ કતરીની રેસીપી અને હા તેમાં તમને કેસરનો ફલેવર પણ મળશે કારણકે આ કેસર વાળી કાજુુ કતરી છે.

કાજુ કતરી બનાવવાની સામગ્રીઃ

1 કિલો કાજૂ
600 ગ્રામ વાટેલી ખાંડ
એક મોટી ચમચી કેસર
7 થી 8 ઈલાયચી
સજાવટ માટે ચાંદીનો વર્ક
થોડું ઘી

કાજુુ કતરી બનાવવાની રીત જાણોઃ

એક નાની થાળીમાં ઘી લગાવીને ચિકનો કરીને જુદી રાખવી. ત્યારબાદ કાજૂને વાટીને પાઉડર બનાવી લો. તેને ઝીણું વાટવા માટે થોડું- થોડું કરીને વાટવું. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ. હવે કઢાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં મૂકો. પહેલા ઉકાળ આવ્યા પછી ધીમા કરી નાખવું અને ચાશણીને ઘટ્ટ થતા સુધી રાંધવું. ત્યારબાદ તેમાં કેસર નાખી ત્રણ તારની ચાશણી બનાવી લો.

હવે ચાશણીની કઢાઈને તાપથી હટાવીને તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરવું. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને. કઢાઈને ફરીથી ધીમા તાપ પર મૂકો અને સમાન ચલાવતા કાજૂના મિશ્રણને સારી રીતે રાંધવું. જ્યારે કાજૂ પાકી જાય તો તાપ બંદ કરી નાખો.

હવે મિશ્રણને પહેલાથી ચિકણી કરેલી થાળીમાં એક થોથાઈ ઈંચ જાડી પરતમાં સમાન ફેલાવી દો. હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો. તેમાં આશરે 10-15 મિનિટનો સમય લાગે છે. તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો હવે તમે કાજૂ કેસર બરફીને મનપસંદ આકારમાં કાપી લો તમારી કાજુ કતરી તૈયર થઇ ગઇ છે.