રસોઇઃ લોકડાઉનમાં ઘરે બનાવો સરળ રીતે પારલેજી બિસ્કિટની કુલ્ફી

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન દરમિયાન આજકાલ સોશિયલ મીડિયા અલગ પ્રકારની રેસિપી શેર કરવામાં આવી રહી છે. આવી જ એક રેસિપી છે પારલેજી બિસ્કીટની કુલ્ફી. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો અને ઓછી સામગ્રીની જરૂર પડે છે. સામગ્રી 1 બિસ્કીટનું પેકેટ 2 ચમચી ખાંડ 1 કપ દૂધ અડધો કપ ક્રીમ 1 ચમચી કોકો પાવડર
 
રસોઇઃ લોકડાઉનમાં ઘરે બનાવો સરળ રીતે પારલેજી બિસ્કિટની કુલ્ફી

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન દરમિયાન આજકાલ સોશિયલ મીડિયા અલગ પ્રકારની રેસિપી શેર કરવામાં આવી રહી છે. આવી જ એક રેસિપી છે પારલેજી બિસ્કીટની કુલ્ફી. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો અને ઓછી સામગ્રીની જરૂર પડે છે.

સામગ્રી

1 બિસ્કીટનું પેકેટ
2 ચમચી ખાંડ
1 કપ દૂધ
અડધો કપ ક્રીમ
1 ચમચી કોકો પાવડર
વેનીલા એસેન્સ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત

એક પારલેજી બિસ્કીટનું પેકેટ લો. તેના ટૂકડા કરીને ગ્રાઈન્ડરમાં નાખો. હવે તેમાં 2 મોટી ચમચી ખાંડ ઉમેરો એક કપ દૂપ અને અડધો કપ મલાઈ નાખો. હવે આ મિશ્રણમાં એક મોટો ચમચો કોકો પાવડર નાખોહવે તેમાં થોડી ટીપાં વેનીલા એસેન્સના નાખો અને તમે ઈચ્છો તો ચોકો ચિપ્સ પણ નાખી શકો છોત્યારબાદ ગ્રાઈન્ડરમાં સારી રીતે આ બધી સામગ્રીને મિક્સ કરી લોટ આ મિશ્રણને એક આઇસક્રીમના મોલ્ડમાં ભરો. 4 કલાક સુધી ફ્રિજમાં રાખો. તો તૈયાર છે બિસ્કીટ કુલ્ફી