રસોઇઃ ઘઉંના લોટમાંથી બનાવો ક્રિસ્પી ફરસીપુરી, 1 મહિનો સુધી નહીં બગડે

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ફરસીપુરી એવો નાસ્તો છે જે નાના-મોટાં બધાંને ભાવે છે. ફરસીપુરી બેસ્ટ ટી-ટાઈમ સ્નેક છે. ચા સાથે ફરસીપુરી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. પણ ઘણાં લોકો ફરસીપુરી મેદામાંથી બનતી હોવાને કારણે ખાતાં નથી. મેદો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને બજારમાં મળતી ફરસીપુરી મેદામાંથી જ બનતી હોય છે. જો
 
રસોઇઃ ઘઉંના લોટમાંથી બનાવો ક્રિસ્પી ફરસીપુરી, 1 મહિનો સુધી નહીં બગડે

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ફરસીપુરી એવો નાસ્તો છે જે નાના-મોટાં બધાંને ભાવે છે. ફરસીપુરી બેસ્ટ ટી-ટાઈમ સ્નેક છે. ચા સાથે ફરસીપુરી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. પણ ઘણાં લોકો ફરસીપુરી મેદામાંથી બનતી હોવાને કારણે ખાતાં નથી. મેદો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને બજારમાં મળતી ફરસીપુરી મેદામાંથી જ બનતી હોય છે. જો તમને પણ ફરસીપુરી ખૂબ જ ભાવતી હોય તો આજે અમે તમને ઘઉંના લોટમાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ફરસીપુરીની રેસિપી જણાવવાના છે. આ ફરસીપુરી એકવાર બનાવશો તો ચોક્કસથી વારંવાર બનાવવાનું મન થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી: 

500 ગ્રામ ઘઉંનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી કાળા મરીનો પાઉડર
1/2 શેકેલું અને અધકચરું વાટેલું જીરું
5 ચમચી તેલ

રીત: 

સૌથી પહેલાં એક મોટાં વાસણમાં ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું, કાળા મરીનો પાઉડર, શેકેલું અને અધકચરું વાટેલું જીરું, 5 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી દો. મોણ માટેનું તેલ સહેજ નવશેકું લેવું, જેથી પુરી ક્રિસ્પી બનશે. તમે આમાં 2 ચમચી સોજી પણ ઉમેરી શકો છો. આમાં મોણ થોડું વધારે નાખવું. મોણ બરાબર મિક્સ કરીને પછી હૂંફાળા ગરમ પાણીથી લોટ બાંધો. પરોઠાના લોટથી સહેજ કઠણ લોટ બાંધવો. પાણી ધીરે-ધીરે ઉમેરતા જવુ. જો લોટ ઢીલો થઈ જશે તો પણ પુરી ક્રિસ્પી નહીં બને. લોટ બાંધી છેલ્લે સહેજ તેલ લગાવી મસળી દેવું. પછી 10 મિનિટ રાખી દો. એ પછી જે સાઈઝની તમારે પુરી જોઈએ એ સાઈઝની પુરી વણી લો. પુરી સહેજ જાડી જ વણવી અને વચ્ચે ફોકની કાણા પાણી દેવા. પછી તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસ પર જ તળવી. પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. બસ તૈયાર છે તમારી હેલ્ધી અને ક્રિસ્પી ફરસીપુરી.