રસોઇઃ ઘરે બનાવો સાદી અને સરળ રીતે કાઠિયાવાડી લસણીયા બટેકાનું શાક

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) શિયાળામાં ઠંડીનું જોર વધતુ હોવાથી ઘરે કંઇક ચટપટું બનાવવાનું મન થતું હશે. તો આપને માટે એકદમ ચટાકેદાર લસણીયા બટેકા કાઠિયાવાડી શાકની રીત અહીં આપી છે. તો જોઇએ એકદમ ટેસ્ટી શાકની રીત. જે અહીયા આપડે સાદી અને સરળ રીતે બનાવીશું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સામગ્રી: 500 ગ્રામ
 
રસોઇઃ ઘરે બનાવો સાદી અને સરળ રીતે કાઠિયાવાડી લસણીયા બટેકાનું શાક

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

શિયાળામાં ઠંડીનું જોર વધતુ હોવાથી ઘરે કંઇક ચટપટું બનાવવાનું મન થતું હશે. તો આપને માટે એકદમ ચટાકેદાર લસણીયા બટેકા કાઠિયાવાડી શાકની રીત અહીં આપી છે. તો જોઇએ એકદમ ટેસ્ટી શાકની રીત. જે અહીયા આપડે સાદી અને સરળ રીતે બનાવીશું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી: 

500 ગ્રામ બટેકા
50 ગ્રામ લસણ
આદુનો ટુકડો
2-3 લીલા મરચા
અડધી ચમચી રાઇ
એક ચમચી જીરૂ
ચપટી હીંગ
અડધી ચમચી હળદર
એક ચમચી ધાણા પાવડર
એક ચમચી લાલ મરચાનો પાવડર
50 ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો
એક ચમચી તલ
જરૂર પ્રમાણે મીઠું
તેલ
લાલ સુકા મરચા
તમાલપત્ર
કોથમીર

બનાવવાની રીતઃ

બટાકાને બાફીને છાલ ઉતારી નાખો.લસણ અને આદુની પેસ્‍ટ બનાવો.
તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો.ત્‍યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો.લગભગ 3-4 મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો.ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરો અને ગરમ ગરમ પરોઠા કે રોટલા સાથે સર્વ કરો.