રસોઇઃ લોકડાઉનમાં ઘરે બનાવો સરળ રીતે ચટાકેદાર ‘પ્યાજ કચોરી’

અટલ સમાચાર, ડેસ્ક હાલ કોરોના વાયરસને કારણે આપણે બહાર જવાનું ટાળીએ છીએ એટલે આપણને ઘરમાં સારો સમય મળી જાય છે. તો આ સમયનો આપણે નવી નવી વાનગી બનાવીને પણ ઉપયોગ કરી શકીએ છીએ. કચોરી તો અવારનવાર આપણે ઘરે બનાવતાં હોઈએ છીએ પરંતુ તેમાં થોડું ટ્વિસ્ટ કરીને તમે પ્યાજ કચોરી બનાવી શકો છો, જે એકદમ ટેસ્ટી
 
રસોઇઃ લોકડાઉનમાં ઘરે બનાવો સરળ રીતે ચટાકેદાર ‘પ્યાજ કચોરી’

અટલ સમાચાર, ડેસ્ક

હાલ કોરોના વાયરસને કારણે આપણે બહાર જવાનું ટાળીએ છીએ એટલે આપણને ઘરમાં સારો સમય મળી જાય છે. તો આ સમયનો આપણે નવી નવી વાનગી બનાવીને પણ ઉપયોગ કરી શકીએ છીએ. કચોરી તો અવારનવાર આપણે ઘરે બનાવતાં હોઈએ છીએ પરંતુ તેમાં થોડું ટ્વિસ્ટ કરીને તમે પ્યાજ કચોરી બનાવી શકો છો, જે એકદમ ટેસ્ટી લાગે છે. તો આવો જોઈએ આપણે તેની રીત.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

મેંદો – 1 કપ
અડદની દાળ – 1 કપ
ઝીણી સમારેલી મોટી ડુંગળી – 3 નંગ
ઝીણાં સમારેલાં લીલાં-મરચાં – 2 નંગઆખા ધાણા – 1 ચમચો
લવિંગ – 3 નંગ
મરી – 6 નંગ
એલચી – 1 નંગ
(લવિંગ, મરી, એલચી અધકચરાં વાટેલાં લેવાં)
વરિયાળી – 1 ચમચો
જીરું – અડધી ચમચી
મીઠું – 1 ચમચી
મરચું – અડધી ચમચી
હિંગ – 1 ચપટી
શેકેલો ચણાનો લોટ – 2 ચમચી
સમારેલી કોથમીર – 2 ચમચા
તેલ – તળવા માટે

રીત

મેંદામાં અડધી ચમચી મીઠું અને બે ચમચા તેલ નાખી મસળી લો.થોડું પાણી નાખી નરમ લોટ બાંધો. પછી અડધો કલાક ભીનું કપડું લપેટી મૂકી રાખો.ફરી બીજી વખત મસળો અને એના એકસરખા લૂઆ પાડો. દાળને લગભગ ચાર કલાક પાણીમાં પલાળી રાખો. કડાઈમાં બે ચમચી તેલ, વરિયાળી, ધાણા અને હિંગ નાખી દો. બધું શેકી નાખી પછી લવિંગ, મરી, એલચી વાટીને એમાં ભેળવો. ડુંગળી, લીલાં મરચાં નાખીને સાંતળો. તેલ છૂટું પડવા લાગે એટલે લાલ મરચું નાખી દાળ અને પા કપ પાણી નાખી ઢાંકીને મૂકી રાખો. થોડી વાર પછી દાળ ચડી જાય ત્યારે એમાં શેકેલો ચણાનો લોટ, દાડમના દાણા નાખી નીચે ઉતારી લઈ આ મિશ્રણ ઠંડું થવા દો.નાની પૂરી વણી તેમાં મિશ્રણ ભરી બંધ કરી તળી લો