રસોઇઃ વરસાદી માહોલમાં ઘરે જ બનાવો ચટાકેદાર ‘સેવઉસળ’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ શરૂ થયો છે. જેથી ઘરમાં બધાને ચટાકેદાર ખાવાનું ગમતું હોય છે. તો આજે આપણે જાણીએ કે ચટાકેદાર વાનગી સેવઉસળ કઇ રીતે બનાવાય છે. આ સાથે હાલ કોરોના વાયરસના સંકટ વચ્ચે બહાર ખાવાનું ભય વચ્ચે લાગે તો હોટેલ જેવી જ ઘરે સેવ ઉસળ. સામગ્રી 1/25 કપ –
 
રસોઇઃ વરસાદી માહોલમાં ઘરે જ બનાવો ચટાકેદાર ‘સેવઉસળ’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ શરૂ થયો છે. જેથી ઘરમાં બધાને ચટાકેદાર ખાવાનું ગમતું હોય છે. તો આજે આપણે જાણીએ કે ચટાકેદાર વાનગી સેવઉસળ કઇ રીતે બનાવાય છે. આ સાથે હાલ કોરોના વાયરસના સંકટ વચ્ચે બહાર ખાવાનું ભય વચ્ચે લાગે તો હોટેલ જેવી જ ઘરે સેવ ઉસળ.

સામગ્રી

1/25 કપ – વટાણા (સૂકા)
3 મોટી ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – રાઇ1/2 ચમચી – હીંગ
1 નંગ – ડુંગળી (સમારેલા)
1 નંગ – ટામેટા (સમારેલા)
1/2 ચમચી – હળદર
1/2 ચમચી – ધાણા જીરૂ
1/4 ચમચી – જીરૂ પાઉડર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગોળ
4 મોટી ચમચી – આંબલીની ચટણી
સ્વાદાનુસાર – મીઠું
સજાવટ માટે
1 કપ – સેવ
1 નંગ – ટામેટું
1 નંગ – ડુંગળી
2 ચમચી – કોથમીર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત

સૌ પ્રથમ સેવ ઉસળ બનાવવા માટે લીલા વટાણાને પાંચથી છ કલાક પલાળી રાખો. હવે એક કૂકરમાં તેને 2-3 સીટી વગાડીને બાફી લો. હવે એક કઢાઇ લો તેમા તેલ ગરમ કરો. ત્યાર પછી તેમા રાઇ, જીરૂ, હીંગ ઉમેરી લો. તેને સાંતળી લો. હવે તેમા ડુંગળી, ટામેટા ઉમેરો. નરમ થાય ત્યા સુધી સાંતળી લો. હવે તેમા મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. હવે તેમા આંબલીની ચટણી અને ગોળ ઉમેરી ચઢવા દો. હવે તેમા વટાણા અને બાફેલા બટેટા મેશ કરીને ઉમેરો. તેમા થોડૂક પાણી ઉમેરો. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. તૈયાર છે રગડો. હવે આ રગડાને એક બાઉલમાં કાઢી લો અને ઉપરથી સેવ, સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. તે સિવાય તમે ઉપરથી લસણની ચટણી, લીલી ચટણી અને દહીં પણ ઉમેરી શકો છો.