રસોઇઃ ઉત્તરાયણમાં ઘરે જ બનાવો આ સાદી અને સરળ રીતે મમરાના લાડું

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર કોરોનાને લઇને ખાસ કરીને લોકો બહારનું ખાતા પહેલા 10 વખત વિચારે છે. ત્યારે વર્ષની શરૂઆતમાં સૌથી પાવન તહેવાર મકરસંક્રાતિએ ઘરમાં તમામ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. જેનો સ્વાદ અલગ જ હોય છે. તો આજે આપણે બનાવીશુ લાડું. જી હા તમે અત્યાર સુધી અનેક લાડું ટ્રાય કર્યા હશે. પરંતુ શું તમે ક્યારેય
 
રસોઇઃ ઉત્તરાયણમાં ઘરે જ બનાવો આ સાદી અને સરળ રીતે મમરાના લાડું

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર

કોરોનાને લઇને ખાસ કરીને લોકો બહારનું ખાતા પહેલા 10 વખત વિચારે છે. ત્યારે વર્ષની શરૂઆતમાં સૌથી પાવન તહેવાર મકરસંક્રાતિએ ઘરમાં તમામ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. જેનો સ્વાદ અલગ જ હોય છે. તો આજે આપણે બનાવીશુ લાડું. જી હા તમે અત્યાર સુધી અનેક લાડું ટ્રાય કર્યા હશે. પરંતુ શું તમે ક્યારેય મમરાના લાડુ ટ્રાય કર્યા છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મમરાના લાડું..

સામગ્રી

500 ગ્રામ મમરા
ગોળ
પાણી
ઘી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત

મમરાના લાડું બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ધી ઉમેરી ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા મમરાને શેકી લો. હવે એક વાસણમાં ધી ઉમેરી તેમાં ગોળ અને થોડુંક પાણી ઉમેરી ઉકાળો. તેને થોડીક વાર હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમા મમરા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી દો. હવે તેના લાડવા બનાવી લો. તૈયાર છે તમારા મમરાના લાડું.. આ લાડુ તમને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.