રસોઇઃ આ રીતે ઘરે બનાવો ઉપવાસમાં ‘સાબુદાણાની ખીર’ પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ

અટલ સમાચાર, ડેસ્ક શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે અને આ સમયમાં ઘણાં ખરાં લોકો ઉપવાસ કરે છે એક ટંક જમે છે ત્યારે બીજા ટંકમાં એવું કંઇ ખાવામાં આવે કે જેથી પેટ તૃપ્ત થઇ જાય અને ભૂખ ન લાગે તો સારુ લાગે. તેથી જ અમે આપના માટે એવી વાનગીઓ લઇને આવીએ છીએ જેનાંથી આપને પેટમાં
 
રસોઇઃ આ રીતે ઘરે બનાવો ઉપવાસમાં ‘સાબુદાણાની ખીર’ પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ

અટલ સમાચાર, ડેસ્ક

શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે અને આ સમયમાં ઘણાં ખરાં લોકો ઉપવાસ કરે છે એક ટંક જમે છે ત્યારે બીજા ટંકમાં એવું કંઇ ખાવામાં આવે કે જેથી પેટ તૃપ્ત થઇ જાય અને ભૂખ ન લાગે તો સારુ લાગે. તેથી જ અમે આપના માટે એવી વાનગીઓ લઇને આવીએ છીએ જેનાંથી આપને પેટમાં ધાપો રહે અને ભૂખ ન લાગે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી
1 લીટર દૂધ
100 ગ્રામ સાબુદાણા
150 ગ્રામ ખાંડ
1 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
કાજુ, પિસ્તા બદામનાં જીણા ટુકડા
કેસરનાં 3-4 તાંતણા

રીત:

સાબુદાણાની ખીર બનાવતાં પહેલાં એક-બે કલાક સાબુદાણા પલાળી દો. હવે દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઉકળવા દો. ધીરે-ધીરે દૂધ ઊકળવા લાગે અને એમાં ચાર-પાંચ ઊભરા આવે એટલે સાબુદાણા ઉમેરો. આ સમયે દૂધને સતત હલાવતા રહો. સાબુદાણા બરાબર ગળી જવા દો. પછી એમાં ખાંડ ઉમેરો. ખીર ઘટ થવા માંડે અને સાબુદાણા એકદમ પારદર્શક થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લો. કેસરને થોડા પાણીમાં ઘોળો. હવે ખીરમાં સમારેલો સૂકો મેવો, એલચીનો પાઉડર અને કેસર ભેળવો. સજાવટ માટે ખીર પર તમે ઇચ્છો તો કાજુ અને પીસ્તાંના ટુકડા ભભરાવી શકો છો. એક અલગ વાટકીમાં થોડુક દૂધ લઈને તેમાં કેસર નાંખીને તેને ઓગળવા દો. બાદમાં આ દૂધને ખીરમાં મિક્સ કરી લો. આ ગરમ ગરમ ખીર સર્વ કરો. આ ખીર ખાઇને પેટ અને મન બંને તૃપ્ત થઇ જશે.