રસોઇઃ ઉત્તરાયણના દિવસે બનાવો આ રીતે સાત ધાનના ખીચડાની ટ્રેડિશનલ રેસિપી

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર ખીચડાને આ ઋતુમાં ખાવા એ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તો ગૃહિણીઓ આજથી જ તૈયાર થઈ જાઓ વિવિધ પ્રકારના ખીચડા બનાવવા માટે. આ ખીચડો ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. અને ખવડાવામાં તો વધારે મજા આવે છે. તો આજે જાણી લો આપણી આ પંરપરાગત વાનગીની રેસિપિ. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
રસોઇઃ ઉત્તરાયણના દિવસે બનાવો આ રીતે સાત ધાનના ખીચડાની ટ્રેડિશનલ રેસિપી

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર

ખીચડાને આ ઋતુમાં ખાવા એ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તો ગૃહિણીઓ આજથી જ તૈયાર થઈ જાઓ વિવિધ પ્રકારના ખીચડા બનાવવા માટે. આ ખીચડો ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. અને ખવડાવામાં તો વધારે મજા આવે છે. તો આજે જાણી લો આપણી આ પંરપરાગત વાનગીની રેસિપિ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

એક કપ ચોખા
-બે ટીસ્પૂન ફણગાવેલા મગ
-બે ટીસ્પૂન ફણગાવેલા મસૂર
-બે ટીસ્પૂન કાબૂલી ચણા
-બે ટીસ્પૂન ફણગાવેલી તુવેર
-બે ટીસ્પૂન ફણગાવેલા મઠ
-બે ટીસ્પૂન ફણગાવેલા ચણા
-ત્રણ નંગ ડુંગળી ઝીણી સમારેલી
-ચાર ટીસ્પૂન ધાણાજીરૂં પાવડર
-ચાર ટીસ્પૂન લાલ મરચું પાવડર
-એક ટીસ્પૂન ગરમ મસાલો
-અડધી ટીસ્પૂન હળદર
-એક ચમચી કોથમીર સમારેલી
-ચાર ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદ અનુસાર

પેસ્ટ માટે

-ચાર ટીસ્પૂન છીણેલું નારિયેળ
-ચાર નંગ લીલા મરચા
-એક ચમચી આદુની પેસ્ટ
-બાર કળી લસણ
ગાર્નિશ કરવા માટે

-બે ટીસ્પૂન કોથમીર સમારેલી

રીત

સૌપ્રથમ ચોખાને ધોઈ લો અને બાકીના બધા ફણગાવેલા દાણાને પણ ધોઈ લો. સમારેલી ડુંગળી, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં હળદર, કોથમીર, આદુની પેસ્ટ, તેલ અને મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં ચોખા અને અન્ય દાણા ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે એક મોટી હાંડીમાં, 5 ટી કપ પાણી ઉમેરો. હાંડીને ઢાંકીને ઓછામાં ઓછી 35 થી 40 મિનિટ સુધી ચઢવા દો. ગરમા-ગરમ સાત ધાન ખીચડો તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.