રસોઇઃ સાદી અને સરળ રીતે બનાવો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટી ‘સંભાર’

અટલ સમાચાર, ડેસ્ક કેટલીય રીતો વાપરીએ છીએ પરંતુ રેસ્ટોરન્ટ જેવો સંભાર તો બનતો જ નથી, શું તમારૂં પણ આવું જ માનવું થ છે? તો તમારા માટે અહીં સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવાની એક સરળ રીત છે. સામગ્રી તુવેરદાળ – 250 ગ્રામ સરગવાની શિંગ – એક નંગ ઝીણી સમારેલી ડુંગળી – 1 વાટકી ઝીણું સમારેલું ટામેટું
 
રસોઇઃ સાદી અને સરળ રીતે બનાવો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટી ‘સંભાર’

અટલ સમાચાર, ડેસ્ક

કેટલીય રીતો વાપરીએ છીએ પરંતુ રેસ્ટોરન્ટ જેવો સંભાર તો બનતો જ નથી, શું તમારૂં પણ આવું જ માનવું થ છે? તો તમારા માટે અહીં સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવાની એક સરળ રીત છે.

સામગ્રી

તુવેરદાળ – 250 ગ્રામ
સરગવાની શિંગ – એક નંગ
ઝીણી સમારેલી ડુંગળી – 1 વાટકી
ઝીણું સમારેલું ટામેટું – 1 વાટકીલસણની પેસ્ટ- 1 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 1 ચમચી
ગોળ – જરૂર મુજબ
આમલીની પેસ્ટ અથવા લીંબુ- સ્વાદ અનુસાર
મીઠું – સ્વાદાનુસાર
મીઠો લીમડો, રાઈ – વઘાર માટે
તેલ – 3થી 4 ચમચી
હળદર- 1 ચમચી
હીંગ- વઘાર માટે
સુકા લાલ મરચાં- 2 નંગ
સમારેલી કોથમીર

મસાલા માટેની સામગ્રી
ચણાની દાળ- 2 ચમચી
મેથી દાણા- 1 ચમચી
આખા ધાણા- 1 ચમચી
જીરું- 1 ચમચી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીત
સૌ પહેલાં દાળ પાણીથી ધોઈ અને તેમાં સમારેલી સરગવાની શિંગ, મીઠું તેમજ હળદર ઉમેરી બાફી લેવી. હવે મસાલા માટેની સામગ્રીને એક પેનમાં લઈ ધીમા તાપે શેકી અને તેનો પાવડર કરી લો. હવે અન્ય એક પેનમાં તેલ ઉમેરી અને તેમાં રાઈ, લીમડો અને સુકા લાલ મરચાં અને હીંગનો વઘાર કરો. આ સામગ્રીને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળો, થોડીવાર પછી તેમાં ટામેટા અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે હલાવો.સાંતળેલા ડુંગળી-ટામેટામાં આમલીની પેસ્ટ, ગોળ, મરચું પાવડર, હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી 5 મિનિટ ધીમા તાપે સાંતળો.