રસોઇઃ કોરોના સંકટ વચ્ચે આ સ્ટાઇલથી ઘરે બનાવો ખાખરા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતીઓની સવાર ખાખરાના નાસ્તા વગર તો અધૂરી જ ગણાય છે. વિવિધ જાતના ખાખરા આપણાં ગરવા ગુજરાતની અનોખી ઓળખ બની ગયા છે. તમે રોજ સવારે ખાખરા ખાતા હોવ છો. એટલું જ નહીં નાના મોટાં સૌનો આ પ્રિય નાસ્તો બની ગયો છે. અનેક પ્રકારની ફ્લેવરના ખાખરા હવે બજારમાં મળી રહે છે. પરંતું શું તમે
 
રસોઇઃ કોરોના સંકટ વચ્ચે આ સ્ટાઇલથી ઘરે બનાવો ખાખરા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતીઓની સવાર ખાખરાના નાસ્તા વગર તો અધૂરી જ ગણાય છે. વિવિધ જાતના ખાખરા આપણાં ગરવા ગુજરાતની અનોખી ઓળખ બની ગયા છે. તમે રોજ સવારે ખાખરા ખાતા હોવ છો. એટલું જ નહીં નાના મોટાં સૌનો આ પ્રિય નાસ્તો બની ગયો છે. અનેક પ્રકારની ફ્લેવરના ખાખરા હવે બજારમાં મળી રહે છે. પરંતું શું તમે જાણો છે કો ખાખરાનો સૌથી મોટો ગુણ એ છે કે, તે ડાયેટ માટે બેસ્ટ ઓપશન છે. તેને હેલ્ધી ફૂડની કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો બસ, રાહ ન જૂઓ અને આ અઠવાડિયામાં બનાવો પરિવાર માટે આ ખાસ પ્રકારના ડાયટ ખાખરા ઘરે જ.
ડાયેટ ખાખરા

સામગ્રી

-500 ગ્રામ ઘઉંનો લોટ
-1 ચમચી ઘી
-1 ચમચી જીરું
-1/2 ચમચી કાળા મરી પાવડર
-મીઠું સ્વાદાનુસાર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીત

સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો. તેમાં થોડુક મીઠું ઉમેરો. લોટને ફરીથી કેળવો અને તેને પોચો બનાવો. બાંધેલા લોટના રોટલી બને એવા એક સરખા લુવા બનાવો. હવે લુવામાંથી શક્ય હોય એટલી પાતળી રોટલી વાણી લો. વણેલી રોટલીને બંને બાજુથી શેકતા રહો. રોટલીને ઉપરથી કપડા વડે દબાવતા રહીને શેકતા રહો. રોટલી કડક અને બદામી રંગની ના થાય ત્યાં સુધી શેકતા રહો. આવી રીતે બધી જ રોટલીઓને શેકી લો. સાદા ખાખરા તૈયાર છે. આ ખાખરાને તમે 15 દિવસ સુધી ડબ્બામાં સ્ટોર કરી શકો છો. તેની સાથે તમે ચાટ મસાલો કે પછી અથાણાનો મસાલો પણ વાપરી શકો છો. તો માણો ઘરે બનાવેલા ખાખરાની મજા.