રસોઇઃ કોરોનામાં બહારથી મીઠાઇ લાવવાને બદલે ઘરે જ બનાવો ‘મગસ’

અટલ સમાચાર, ડેસ્ક હાલ કોરોના કાળમાં કંઇપણ બહારથી લાવવામાં મોટુ રિસ્ક છે. તો તમે ઘરે જ આપણી પારંપરિક મીઠાઇ મગસ બનાવીને ભાઇને ખુશ કરી શકો છો. મગસ ચણાના લોટમાંથી બનતી વાનગી છે. ખાસ કરીને મગસને પ્રસાદ તરીકે ચઢાવાય છે. તો આજે અમે તમારા માટે મગસની બે અલગ અલગ રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ
 
રસોઇઃ કોરોનામાં બહારથી મીઠાઇ લાવવાને બદલે ઘરે જ બનાવો ‘મગસ’

અટલ સમાચાર, ડેસ્ક

હાલ કોરોના કાળમાં કંઇપણ બહારથી લાવવામાં મોટુ રિસ્ક છે. તો તમે ઘરે જ આપણી પારંપરિક મીઠાઇ મગસ બનાવીને ભાઇને ખુશ કરી શકો છો. મગસ ચણાના લોટમાંથી બનતી વાનગી છે. ખાસ કરીને મગસને પ્રસાદ તરીકે ચઢાવાય છે. તો આજે અમે તમારા માટે મગસની બે અલગ અલગ રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ અને મોંમા મુકતા ઓગળી જાય તેવો મગસ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી- 1 વાટકી ચણા નો કરકરો લોટ, 1 વાટકી બુરુ ખાંડ (દળેલી ખાંડ ), 1 વાટકી ઘી, 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર, 1/2 ચમચી એલચી પાવડર, 3 ચમચી સૂકામેવા

પહેલી રીત- એક કઢાઇમાં ઘી લઈ ગરમ કરો. તેમાં ચણાનો લોટ ઉમેરી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. આ મિશ્રણ ઠંડુ પડે પછી તેમા સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, એલચી પાવડર અને બુરુ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. મગસને થાળીમાં ઠારી શકો છો અને તેના લાડુ પણ બનાવી શકો છો. ઉપરથી સૂકામેવાથી સજાવી લો. ઠંડુ થયા પછી પીસ કરી ડબ્બામાં ભરી દો.