રસોઇઃ કોરોનામાં નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી

અટલ સમાચાર, ડેસ્ક એક પરફેક્ટ લસ્સી બનાવવાની રેસિપી પરફેક્ટ દહીમાં છે. જો દહી ઢીલુ હશે કે ખાટું હશે તો મીઠી લસ્સી નહીં બને. તેથી જ સૌથી પહેલાં તો દહીં જેમ જમાઇ જાય એટલે તેને ફ્રીજમાં મુકી દો અને ઠંડુ થવા દો. દહીં ઠંડુ થઇ જાય એટલે તમને જે ફ્લેવરની લસ્સી બનાવી હોય તમે તે ફ્લેવર
 
રસોઇઃ કોરોનામાં નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી

અટલ સમાચાર, ડેસ્ક

એક પરફેક્ટ લસ્સી બનાવવાની રેસિપી પરફેક્ટ દહીમાં છે. જો દહી ઢીલુ હશે કે ખાટું હશે તો મીઠી લસ્સી નહીં બને. તેથી જ સૌથી પહેલાં તો દહીં જેમ જમાઇ જાય એટલે તેને ફ્રીજમાં મુકી દો અને ઠંડુ થવા દો.  દહીં ઠંડુ થઇ જાય એટલે તમને જે ફ્લેવરની લસ્સી બનાવી હોય તમે તે ફ્લેવર તેમાં ઉમેરી શકો છો.. જેમ કે ખસ કે ગુલાબ કે પછી ઇલાઇચી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આપણે શીખીએ સાદી પંજાબી લસ્સી બનાવવાની સામગ્રી આ માટે આપને જોઇશે 3 કપ દહી, 3/4 કપ પાવડર સુગર, 1/4 પાણી અને ઇલાઇચી પાવડર. પંજાબી લસ્સી બનાવવાની રીત નોંધી લો. આ માટે આપને દહી જોઇશે આ દહીંને બાઉલમાં એકદમ વ્હિસ્ક કરીને સ્મૂધ બનાવી લો. તેમાં 1/4 પાણી ઉમેરો. હવે તેમાં ઇલાઇચી પાવડર ઉમેરો અને ફરી એક વખત વિસ્ક કરી લો.. તૈયાર છે તમારી લસ્સી ચારેય ગ્લાસમાં આ લસ્સીને સેટ કરી લો અને તેને ખુબ બધા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો.