રસોઇઃ શ્રાવણના ઉપવાસમાં ઘરે બનાવો સાદી અને સરળ રીતે ‘સીંગના લાડું’

અટલ સમાચાર, ડેસ્ક શ્રાવણમાં શિવશંકરને પ્રસન્ન કરવા અનેક લોકો એક જ સમયે જમીને ઉપવાસ કરતા હોય છે. પરંતુ ભૂખ લાગે ત્યારે બટાકા કે કેળાની કાતરી ખાતા હોય છે. પરંતુ આ બહારની કાતરી વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો તમે તેના બદલામાં સીંગના લાડુ બનાવીને રાખી શકો છો. ભૂખ લાગે ત્યારે એક બે લાડુ ખાઇને
 
રસોઇઃ શ્રાવણના ઉપવાસમાં ઘરે બનાવો સાદી અને સરળ રીતે ‘સીંગના લાડું’

અટલ સમાચાર, ડેસ્ક

શ્રાવણમાં શિવશંકરને પ્રસન્ન કરવા અનેક લોકો એક જ સમયે જમીને ઉપવાસ કરતા હોય છે. પરંતુ ભૂખ લાગે ત્યારે બટાકા કે કેળાની કાતરી ખાતા હોય છે. પરંતુ આ બહારની કાતરી વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો તમે તેના બદલામાં સીંગના લાડુ બનાવીને રાખી શકો છો. ભૂખ લાગે ત્યારે એક બે લાડુ ખાઇને તમે તૃપ્ત થઇ જશો અને વધારે ભૂખ પણ નહીં લાગે. તો આજે આપણે જોઇએ આ લાડુ કઇ રીતે બનાવીશું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

આ સીંગના લાડુમાં તમે વિવિધ સૂકામેવા જેમકે કાજુ અને બદામ પણ ઉમેરી શકો છો. સામગ્રી : પોણોકપ- ખાંડ (160 ગ્રામ), 1 કપ – શેકેલી સીંગનો ભૂકો, 1 નાની ચમચી – ઘી, પાણી(1/2 કપ જેટલું )

રીત :

એક કડાઈમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મૂકો. આ રીતે ચમચી પર ચાસણીનું પાતળું કોટિંગ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં તૈયાર કરેલો સીંગનો ભૂકો ઉમેરો અને મિક્ષ કરી લો. બરાબર મિશ્રિત થઇ જાય એટલે તેમાં ઘી નાંખો આનાથી સીંગપાક પોચો બનશે. ત્યારબાદ ઘી લગાવેલી થાળીમાં તેને પાથરી દો એને સહેજ ઠરે એટલે કાપા પાડી લેવા. તો થઇ ગયો એકદમ ટેસ્ટી સીંગ પાક તૈયાર. તમે આ મિશ્રણને હાથથી લાડુનો આકાર પણ આપી શકો છો. ડબ્બામાં ભરીને તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો.