રસોઇઃ શ્રાદ્ધમાં પૂર્વજોને અર્પણ કરો પૂરણપોળી, આ રીતે બનાવો

અટલ સમાચાર, ડેસ્ક શ્રાદ્ધ પક્ષમાં તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી રહ્યા છો, તો ચોક્કસપણે ખીર-પુરી અને મીઠી વાનગીઓ અર્પણ કરવી જોઈએ. આ બાબતે એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું ભોજન સાત્વિક અને સ્વાદિષ્ટ હોવું જોઈએ. તો આજે જાણી લો પૂરણપોળી બનાવવાની રીત, અને કરો પૂર્વજોને અર્પણ- સામગ્રી: 1 વાટકી ચણા દાળ, દોઢ વાટકી લોટ સવા
 
રસોઇઃ શ્રાદ્ધમાં પૂર્વજોને અર્પણ કરો પૂરણપોળી, આ રીતે બનાવો

અટલ સમાચાર, ડેસ્ક

શ્રાદ્ધ પક્ષમાં તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી રહ્યા છો, તો ચોક્કસપણે ખીર-પુરી અને મીઠી વાનગીઓ અર્પણ કરવી જોઈએ. આ બાબતે એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું ભોજન સાત્વિક અને સ્વાદિષ્ટ હોવું જોઈએ. તો આજે જાણી લો પૂરણપોળી બનાવવાની રીત, અને કરો પૂર્વજોને અર્પણ-

સામગ્રી:

1 વાટકી ચણા દાળ,
દોઢ વાટકી લોટ
સવા વાટકી ખાંડ
8-10 કેસરના દોરા
6-7 પીસેલી ઈલાયચી
2 ગ્રામ જાયફળ
300 ગ્રામ શુદ્ધ ઘી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીત:

ચણાની દાળને સારી રીતે ધોઈ લો, પ્રેશર કૂકરમાં દાળ લો અને એનાથી ડબલ પાણી લો અને ધીમી આંચ પર સારી રીતે પકવા દો. 2-3 સિસોટી પડયા પછી ગેસ બંધ કરી દો. કૂકર ઠંડુ થયા બાદ ચણાની દાળને સ્ટીલની ચાળણીમાં કાઢી લો જેથી તેનું તમામ પાણી નીકળી જાય. જ્યારે દાળ ઠંડી થઈ જાય, તો પછી તેનો અડધો ભાગ ખાંડ મિક્સ કરો અને તેને મિક્સરમાં પીસી લો. હવે એક પેનમાં આ દાળનું મિશ્રણ કાઢી લો અને ગેસ પર મુકો. પછી તેમાં બાકીની ખાંડ ઉમેરો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે આ મિશ્રણને ધીમી આંચ પર હલાવો, એટલે કે પુરણના દડા બનવા ન લાગે ત્યાં સુધી તેને પકાવો. જ્યારે પુરણ તૈયાર થઈ જાય, તેને ગેસ પરથી ઉતારી લો અને તેને ઠંડુ થવા દો. ઉપર જાયફળ, એલચી, કેસર નાખો અને જરૂર પ્રમાણે બોલ બનાવો. હવે એક પ્લેટમાં લોટ ચાળી લો. તેમાં 1 ચમચી શુદ્ધ ઘી ઉમેરો અને તેને રોટલીના લોટની જેમ બાંધી લો. તેના નાના બોલ બનાવો અને 1-1 પુરણની ગોળીઓ 1-1 કણકમાં નાખો અને તેને જાડી રોટલીની જેમ વણી લો. હવે ધીમા તાપે ગરમ તવા પર શુદ્ધ ઘી મૂકો અને તેને બંને બાજુ ગુલાબી શેકો. શેકાઈ જાય પછી તેના પર સારી રીતે ઘી લગાવી લો. પિતૃઓને અર્પણ કરવા માટે પૂરણપોળી તૈયાર છે.