રસોઇઃ સાદી અને સરળ રીતે બનાવો કરકરી ‘સ્ટફ આલૂ મટર કચોરી’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ઠંડીના વાતાવરણમાં આ ગરમા ગરમ કચોરી ખાવાની ખૂબ જ મજા પડે છે. શિયાળામાં વટાણામાં તાજા અને લીલાંછમ્ જ મળે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ઘણાં લાભકારી છે. ચાલો જાણીએ સ્ટફ આલૂ મટર કચોરી બનાવવાની રીત ઠંડીના વાતાવરણમાં આ ગરમા ગરમ કચોરી ખાવાની ખૂબ જ મજા પડે છે. સ્ટફ આલૂ મટર
 
રસોઇઃ સાદી અને સરળ રીતે બનાવો કરકરી ‘સ્ટફ આલૂ મટર કચોરી’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ઠંડીના વાતાવરણમાં આ ગરમા ગરમ કચોરી ખાવાની ખૂબ જ મજા પડે છે. શિયાળામાં વટાણામાં તાજા અને લીલાંછમ્ જ મળે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ઘણાં લાભકારી છે. ચાલો જાણીએ સ્ટફ આલૂ મટર કચોરી બનાવવાની રીત ઠંડીના વાતાવરણમાં આ ગરમા ગરમ કચોરી ખાવાની ખૂબ જ મજા પડે છે.

સ્ટફ આલૂ મટર કચોરી બનાવવા માટેની સામગ્રી –

1 ચમચી – ઘી
250 ગ્રામ – બાફેલા બટાકા
250 ગ્રામ – લીલા વટાણા
4 નંગ – બ્રેડ1 ચમચી – આદુ મરચાની પેસ્ટ
1 ચમચી – લીલાં લસણની પેસ્ટ
1/2 ચમચી – ખાંડ
1 વાટકી – કોથમીર
1 ચમચી – લીંબુનો રસ
1 ચમચી – જીરુ
મીઠું – સ્વાદ અનુસાર
ચપટી – ગરમ મસાલો

સ્ટફ આલૂ મટર કચોરી બનાવવાની રીત-

સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લો. પછી તેમાં મીઠું અને બ્રેડનો ભૂકો કરીને મિક્સ કરો. ત્યારબાદ એક પેનમાં ઘી લઈ ગરમ કરી તેમાં જીરૂ મુકો. જીરુ તતડે એટલે તેમાં અધકચરા વાટેલા વટાણા, આદુ, મરચા અને લસણની પેસ્ટ મિક્સ કરો. પછી તેમાં મીઠું, લીંબુ, ખાંડ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને 5 મિનિટ હલાવી સાંતળી લઈ તેને ઠંડું કરી લો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ત્યારબાદ બટેટાની નાની કટોરી બનાવી વચ્ચે વટાણાંનું પુરણ ભરીને વાળી લો. આ કચોરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય તેમ સરખી રીતે તળી લો. તો તૈયાર છે સ્ટફ આલૂ મટર કચોરી. આ સ્ટફ આલૂ મટર કચોરીને ગરમા ગરમ જ લીલી ચટણી અથવા તો ગળી ચટણી કે કેચપ સાથે સર્વ કરો.