રસોઇઃ સાદી અને સરળ રીતે શિયાળામાં માણો પાલક પનીરનો સ્વાદ એ પણ ઘરે

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર) પાલક પનીર તો તમે બધાએ ખાધું જ હસે પણ હોટેલમાં ખાધુ હશે. આજે આપણે તમને સાદી અને સરળ રીતે પાલક પનીરની રેસીપી વીશે જણાવી દઇએ જે સરળ રીતે બનાવીશું. હોટેલ જેવી જ આપણે ઘરે બને તેવી તમને વિગતો જણાવીશું. અત્યારે શિયાળાની સિઝન હોવાથી પાલક ખૂબ જ સારો તાજો અને સસ્તો હોય
 
રસોઇઃ સાદી અને સરળ રીતે શિયાળામાં માણો પાલક પનીરનો સ્વાદ એ પણ ઘરે

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર)

પાલક પનીર તો તમે બધાએ ખાધું જ હસે પણ હોટેલમાં ખાધુ હશે. આજે આપણે તમને સાદી અને સરળ રીતે પાલક પનીરની રેસીપી વીશે જણાવી દઇએ જે સરળ રીતે બનાવીશું. હોટેલ જેવી જ આપણે ઘરે બને તેવી તમને વિગતો જણાવીશું. અત્યારે શિયાળાની સિઝન હોવાથી પાલક ખૂબ જ સારો તાજો અને સસ્તો હોય છે એટલે તંદુસ્તી માટે ગુણકારી હોવાથી પાલક ખાવો શરીર માટે હિતકારી બને છે.

સામગ્રી –

પાલક 500 ગ્રામ, ખાંડ, અડધી ચમચી પનીર 200 ગ્રામ, તેલ – 2 ટેબલ સ્પૂન, હીંગ-1-2 પિંચ, જીરુ – અડધી નાની ચમચી, કસૂરી મેથી – 2 નાની ચમચી, ટામેટા – 2થી 3, લીલા મરચાં 3-4, આદુ – 1 ઈંચ નાનો ટુકડો, બેસન – 2 નાની ચમચી, ક્રીમ અથવા મલાઈ – 2 ટેબલ સ્પૂન(જો તમે નાખવા માંગતા હોય તો, મીઠુ સ્વાદ મુજબ, ગરમ મસાલો- 1/4 નાની ચમચી, લીંબૂનો રસ – 2 નાની ચમચી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત –

પાલકની દંડીઓ તોડી હટાવી પાનને સારી રીતે ધોઈને એક વાસણમાં નાખો. 1/4 કપ પાણી અને ખાંડ નાખી દો. ઢાંકીને ઉકાળીને એક બાજુ મુકો 5-6 મિનિટમાં પાલક ઉકળી જતા ગેસ બંધ કરો. પનીરને ચોરસ ટુકડાને તળીને બાજુ પર મુકી દો. ટામેટાને ધોઈને કાપી લો. લીલા મરચાંની દાંડિયો કાઢીને તેને સમારી લો, આદુને છોલીને બારીક ટુકડા કરો. આ બધાને મિક્સરમાં વાટી લો.

રસોઇઃ સાદી અને સરળ રીતે શિયાળામાં માણો પાલક પનીરનો સ્વાદ એ પણ ઘરે
file photo

કઢાઈમાં તેલ ગરમ કરી તેમા હિંગ અને જીરુ નાખો, જીરુ સેકાયા પછી કસૂરી મેથી નાખો અને બેસન નાખીને થોડુ સેકી લો. હવે આ મસાલામાં ટામેટા, અદરક, મરચાનું પેસ્ટ નાખીને સાંતળો, હવે ક્રીમ કે મલાઈ નાખો અને મસાલો જ્યા સુધી તેલ ન છોડે ત્યાં સુધી સેકો. ઉકાળેલી પાલકને ઠંડી કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. પાલકના પેસ્ટને મસાલામાં નાખી દો. રસા માટે તમને જોઈએ એટલુ પાણી અને મીઠુ નાખો. ઉકાળો આવે પછી તેમા પનીરના ટુકડા નાખી દો. 2 મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો. પાલક પનીરનુ શાક તૈયાર છે. ઉપરથી ગરમ મસાલો અને લીંબુનો રસ નાખો. અને પછી ગરમા ગરમ પાલક પનીરને સેવન કરો બહુ જ મજા આવશે.