રસોઇઃ સાદી અને સરળ રીતે ઘરે બનાવો, બજાર જેવા શીંગ ભૂજીયા

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) શીંગ ભુજીયા તો તમે બધાએ ખાધા જ હશે દુકાનથી પણ જો તમે આ રીતે બનાવશો શીંગ ભુજીયા તો ખૂબજ સ્વાદિષ્ય અને સરળ રીતે બનાવી શકશો. હજી માર્ચ મહિનો શરૂ થયો છે પરંતુ જોઇએ એવી ગરમી પડતી નથી. તો આવી સીઝનમાં શીંગ ભુજીયા બનાવી ખાવાથી ખૂબ જદ મજા પડે છે. અટલ
 
રસોઇઃ સાદી અને સરળ રીતે ઘરે બનાવો, બજાર જેવા શીંગ ભૂજીયા

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

શીંગ ભુજીયા તો તમે બધાએ ખાધા જ હશે દુકાનથી પણ જો તમે આ રીતે બનાવશો શીંગ ભુજીયા તો ખૂબજ સ્વાદિષ્ય અને સરળ રીતે બનાવી શકશો. હજી માર્ચ મહિનો શરૂ થયો છે પરંતુ જોઇએ એવી ગરમી પડતી નથી. તો આવી સીઝનમાં શીંગ ભુજીયા બનાવી ખાવાથી ખૂબ જદ મજા પડે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી: 

અડધો કપ નમકીન શીંગદાણા
અડધો કપ ચણાનો લોટ
એક નાની ચમચી લાલ મરચુ
બે ચમચી વરિયાળી પાવડર
દોઢ ચમચી મરી પાવડર
બે થી ત્રણ મોટી ચમચી પાણી
એક ચમચો તેલ

બનાવવાની રીત:

શીંગદાણા સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં લઈ હલાવો. આ મિશ્રણમાં શીંગદાણા ઉમેરી હલાવો. પછી માઈક્રોવેવમાં મૂકવા માટેનો બીજો બાઉલ લઈ તેની અંદરની કિનારીએ બરાબર તેલ લગાવી દો. હવે ભજીયા મૂકતા હોઈએ એમ છૂટ્ટા છૂટ્ટા(એક બીજાને અડે નહીં એ રીતે) શીંગદાણા મૂકો એ વાતનું ધ્યાન રહે કે મિશ્રણમાંથી બહાર કાઢેલા શીંગદાણાની તમામ કિનારીએ મિશ્રણ લાગી ગયેલું હોવું જોઈએ.હવે તેને દોઢ મિનીટ માટે માઈક્રોવેવ કરો(જો શીંગદાણામાં ભેજ હોય તો દોઢ મિનીટથી થોડો વધુ સમય પણ થઈ શકે છે તેથી ચકાસતા રહેવું). તો તૈયાર છે સ્વાદિષ્ટ શીંગ ભુજીયા.