રસોઇઃ સાદી અને સરળ રીતે 10 મિનિટમાં તૈયાર કરો ટેસ્ટી પૌવાના ઢોકળા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે જો બહારનું ખાવાનું મન થાય તો આવી રીતે બનાવો પૌઆના ઢોકળા. સાંજના સમયે ચા પીતા પીતા જો કંઈ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો ખૂબ વિચારવું પડે છે કે શું બનાવવું. સાંજની આ નાસ્તાની ઈચ્છાને પુરી કરવા તમે સરળતાથી ઘરે ચોખાના પૌવાના ઢોકળા બનાવી શકો છો. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રસોઇઃ સાદી અને સરળ રીતે 10 મિનિટમાં તૈયાર કરો ટેસ્ટી પૌવાના ઢોકળા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે જો બહારનું ખાવાનું મન થાય તો આવી રીતે બનાવો પૌઆના ઢોકળા. સાંજના સમયે ચા પીતા પીતા જો કંઈ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો ખૂબ વિચારવું પડે છે કે શું બનાવવું. સાંજની આ નાસ્તાની ઈચ્છાને પુરી કરવા તમે સરળતાથી ઘરે ચોખાના પૌવાના ઢોકળા બનાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

પાતળા પૌવા – 500 ગ્રામ
દહીં – 250 ગ્રામ
તેલ – 2 ચમચા
આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચો
નાળિયેર ખમણેલું – 2 ચમચી
રાઈ અને જીરું – 1 ચમચી
સોડા – 1/4 ચમચી
નમક – સ્વાદ અનુસાર
કોથમીર

રીત

સૌથી પહેલા એક બાઉલમાં પૌવામાં દહીં ઉમેરી અડધી કલાક ઢાંકીને રાખી દો. 30 મિનિટ બાદ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, સોડા, નમક અને તેલ ઉમેરો અને બરાબર તેને મિક્સ કરો. 10 મિનિટ આ બેટરને રેસ્ટ આપો. ત્યારબાદ સ્ટીમર તૈયાર કરી તેની થાળીમાં તેલ લગાવી અને તૈયાર કરેલા ખીરાને તેમાં પાથરી અને બાફી લો. ઢોકળા બફાઈ જાય એટલે તેને ઠુંડુ કરી તેના ટુકડા કરી લો. હવે ઢોકળા માટે વઘાર તૈયાર કરો. તેના માટે 1 ચમચી તેલ લઈ તેમાં રાઈ અને જીરાનો વઘાર કરો તેને ઢોકળા પર રેડો, સાથે જ નાળિયેરનું ખમણ અને કોથમીર પણ ઢોળકા પર ગાર્નિસ કરી અને સર્વ કરો.