રસોઇઃ આવતીકાલે રાંધણ છઠ્ઠ આ રીતે બનાવો કારેલાનું શાક, નહિ બગડે

અટલ સમાચાર, ડેસ્ક આ તો તમે જાણતા હશો કે કારેલા આપણા શરીર સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. કારેલા સ્વાદે કડવા હોવાને કારણે ઘણા લોકો તેને પસંદ કરતા નથી, અને મોટા ભાગના લોકો કારેલાનો રસ બનાવીને પીવે છે. તો આજે અમે લાવ્યા છીએ કારેલા બનાવવાની એક અલગ રીત: કારેલા, ડુંગળી, ટામેટા, ચણાનો લોટ- એક ચોથાઈ કપ,
 
રસોઇઃ આવતીકાલે રાંધણ છઠ્ઠ આ રીતે બનાવો કારેલાનું શાક, નહિ બગડે

અટલ સમાચાર, ડેસ્ક

આ તો તમે જાણતા હશો કે કારેલા આપણા શરીર સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. કારેલા સ્વાદે કડવા હોવાને કારણે ઘણા લોકો તેને પસંદ કરતા નથી, અને મોટા ભાગના લોકો કારેલાનો રસ બનાવીને પીવે છે. તો આજે અમે લાવ્યા છીએ કારેલા બનાવવાની એક અલગ રીત:

કારેલા,

ડુંગળી,

ટામેટા,

ચણાનો લોટ- એક ચોથાઈ કપ,

તેલ- એક ચમચી,

હીંગ- એક ચપટી,

કોથમીર પાવડર- બે ચમચી,

લાલ મરચાનો પાઉડર- અડધી ચમચી,

મીઠું- સ્વાદ પ્રમાણે,

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત:

– કારેલા ની છાલ કાઢી લો અને તેના ઉપર મીઠું છાંટો અને તેને ૨૦ થી ૩૦ મિનિટ માટે રહેવા દો. ૨૦-૩૦ મિનિટ પછી કારેલા નીચોવીને બરોબર રીતે પાણી કાઢી લો અને તેને બાજુ પર રાખો.

– હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, હીંગ નાખીને શેકો. તે પછી તેમાં ડુંગળી નાંખો અને તે સોનેરી થાય ત્યાં સુધી તળો. પછી તેમાં ટામેટાં ઉમેરો અને તેની સાથે તેમાં કોથમીર પાવડર, લાલ મરચાનો પાઉડર, હળદર પાવડર અને મીઠું નાખો.

– બધી સામગ્રીને એક સાથે મિક્સ કરીને બે મિનિટ સુધી રાંધો.

– હવે તેમાં કારેલા ઉમેરો અને થોડો સમય રાંધવા દો.

– જો તમે ઇચ્છો તો તમે થોડી ખાંડ ઉમેરી શકો છો.

– ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાંખો અને ત્રણથી ચાર મિનિટ સુધી રાંધવા દો.

– તૈયાર છે કારેલા સબજી, જેને તમે પરાઠા અથવા રોટલી સાથે ખાઈ શકો છો.