રસોઇઃ મસાલા ઇડલી જોઇને જ મોંમાં આવી જશે પાણી, આ રીતે બનાવો ઘરે

અટલ સમાચાર, ડેસ્ક સાઉથ ઇન્ડિયન ભોજન તો દરેક લોકોને ભાવે છે. એમા પણ ઇડલી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો આજે અમે તમારા માટે ઇડલીની રેસિપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદી ઇડલી, વેજીટેબલ ઇડલી સહિતની અનેક અનેક ઇડલી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય સ્ટફ્ડ ઇડલી ટ્રાય કરી છે જો ના
 
રસોઇઃ મસાલા ઇડલી જોઇને જ મોંમાં આવી જશે પાણી, આ રીતે બનાવો ઘરે

અટલ સમાચાર, ડેસ્ક

સાઉથ ઇન્ડિયન ભોજન તો દરેક લોકોને ભાવે છે. એમા પણ ઇડલી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો આજે અમે તમારા માટે ઇડલીની રેસિપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદી ઇડલી, વેજીટેબલ ઇડલી સહિતની અનેક અનેક ઇડલી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય સ્ટફ્ડ ઇડલી ટ્રાય કરી છે જો ના તો આજે અમે ઇડલીની એક અલગ જ રેસિપી લઇને આવ્યા છીએ. આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્ટફ્ડ ઇડલી..

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

1 બાઉલ – ઇડલીનું ખીરૂ
2 નંગ – બાફેલા બટેટા
1/4 કપ – લીલા વટાણાં
2 ચમચી – લીલી કોથમીર
2 ચમચી – તેલ
1 નંગ – લીલું મરચું
1/2 ઇંચ – આદુંનો ટૂકડો
8-10 – લીમડાના પાન
1/4 ચમચી – હળદર
1 ચમચી – ધાણા પાઉડર
1/2 ચમચી – રાઇ
1/4 ચમચી – લાલ મરચું
1/4 ચમચી – ગરમ મસાલો
1/3 ચમચી – આંબોળિયાનો ભૂખો
સ્વદાનુસાર – મીઠું

સ્ટફિંગ માટે

સૌ પ્રથમ બાફેલા બટેટા છોલીને તેને મશળી લો. હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમા રાઇ, લીમડાના પાન, આદું, લીલા મરચાં ઉમેરી સાંતળી લો. હવે તેમા ધાણા પાઉડર, લાલ મરચું અને હળદર ઉમેરી ફરી સાંતળો. તેમા વટાણાના દાણા ઉમેરી નરમ થાય ત્યા સુંધી સાંતળી લો. વટાણા નરમ થઇ જાય એટલે તેમા બટેટા મિક્સ કરી ગરમ મસાલો, આંબોળિયાનો ભૂખો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિકસ કરો. હવે તેને અલગ બાઉલમાં નીકાળીને ઠંડુ થવા દો. સ્ટફિંગમાં થોડીક કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

બનાવવાની રીત

સૌ પ્રથમ ઇડલીના કૂકરમાં પાણી ગરમ મૂકો. ઇડલીના સંચામાં તેલ લગાવીને ચીકણું કરી લો, ઇડલીની ખીરામાં મીઠું ઉમેરી લો. હવે તૈયાર સ્ટફિંગના મિશ્રણના નાના-નાના બોલ્સ બનાવી લો. જેને તમે ઇડલીમાં ભરશો. હવે ઇડલીનુ ખીરૂ ઉમેરો અને આ ખીરામાં ઉપરથી સ્ટફિંગ રાખીને હળવું દબાવી દો. સ્ટફિંગની ઉપર ફરી ખીરૂ ઉમેરો. આ રીતે દરેક ઇડલી બનાલો. પાણીમાં ઉભરો આવે એટલે ઇડલીના સ્ટેન્ડને પાણીમાં રાખીને ઢાંકણ બંધ કરી લો અને ઇડલીને 10-12 મિનિટ મીડિયમ આંચ પર રહેવા દો. ત્યાર પછી ચેક કરો ઇડલી બનીને તૈયાર હોય તો ગેસ બંધ કરી દો. ઇડલી સ્ટેન્ડને બહાર નીકાળી ઠંડુ કરવા મૂકો. ઇડલીને બહાર નીકાળી પ્લેમાં રાખો. તૈયાર છે સ્ટફ્ડ ઇડલી.. તેને તમે નારિયેળની ચટણી, કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો.