કોરોનાઃ ગત 24 કલાકમાં નવા 390 પોઝિટિવ કેસ, 24 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7403 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1872 લોકો સાજા થયા
 
કોરોનાઃ ગત 24 કલાકમાં નવા 390 પોઝિટિવ કેસ, 24 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7403 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1872 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 449 પર પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, અમદાવાદમાં 269, સુરતમાં 25, વડોદરામાં 25, અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1872 લોકો સાજા થયા છે.

જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે, કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાં અમદાવાદમાં 115, આણંદ-3, બનાસકાંઠા- 3,ભાવનગર 2,બોટાદ 3, છોટાઉદેપુર 1, નવસારી 1, પાટણ-2, સુરતમાં -24,તાપી 1, વલસાડ 1 અને વડોદરામાં 7 દર્દીઓ સાથે કુલ 163 દર્દીઓ સ્વસ્થ થયા છે.રાજ્યમાં કુલ 7403 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 5056 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1872 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 105387 ટેસ્ટ થયા જેમાંથી 7403 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.