કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 13,203 કેસ, 131 લોકોના મોત, કુલ મૃત્યુંઆંક 1,53,470

અટલ સમાચાર, ડેસ્ક દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારત હવે દુનિયાના તે ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે, જ્યાં કોરોનાના કારણે દરરોજ સૌથી વધુ મોત થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે 24 કલાકમાં કોરોનાના કારણે થતા મોતની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, ભારતમાં કુલ 16,15,504 લોકોને
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 13,203 કેસ, 131 લોકોના મોત, કુલ મૃત્યુંઆંક 1,53,470

અટલ સમાચાર, ડેસ્ક

દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારત હવે દુનિયાના તે ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે, જ્યાં કોરોનાના કારણે દરરોજ સૌથી વધુ મોત થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે 24 કલાકમાં કોરોનાના કારણે થતા મોતની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, ભારતમાં કુલ 16,15,504 લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,203 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 131 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,67,736 થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 30 હજાર 84 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,298 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,84,182 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,470 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,23,37,117 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં માત્ર 5,70,246 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.